News of Monday, 23rd December 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ-૨૭
વિધિ- ૨૭: ‘‘ પુરી રીતે થાકી જવા સુધી ઘુમતા રહો અને ત્યારે જમીન ઉપર પડી જઇને, એ પડવામાં પૂર્ણ બનો''

બસ વર્તુળમાં ઘુમો, કુદો, નાચો, જયાં સુધી થાકી ન જાવ ત્યાં સુધી ઘુમતા રહો. આ ઘુમવાનું ત્યાં સુધી ચાલુ રહે કે જયારે એવું લાગે કે હવે એક પગલુ ભરવું પણ મુશ્કેલ છે. પરંતુ એ ખ્યાલ રાખો કે મન કહી શકે છે કે હવે પુરી રીતે થાકી ગયા મનને બિલકુલ ના સાંભળો ઘુમતા જ જાવઃ દોડતા રહો નાચતા રહો, કુદતા રહો. મન વારંવાર કહેશે કે બસ કરો, હવે બહુ થાકી ગયા હવે એક કદમ પણ ઉઠાવવું સંભવ નથી અને જો ઉઠાવીશ તો પડી જઇશ. જયારે તમે એવો અનુભવ કરો કે આ પડયો , તે પડયો, હવે આગળ નહી વધાય, શરીર ભારે અને થાકીને ચુર ચુર થઇ ગયું છે ત્યારે જમીન ઉપર પડીને એ પડવામાં પૂર્ણ બનો. ત્યારે પડી જ જાઓ.
ધ્યાન રહે કે થાકવુ એટલુ હોય કે પડવું આપો આપ જ ઘટે. જો તમે દોડવાનું ચાલુ રાખ્યું તો પડવું જરૂરી છે. જયારે ચરમ બિન્દુ આવી જાય ત્યારે સુત્ર કહે છે, પડો અને પડવામાં પૂર્ણ બનો.
આ વિધીનું કેન્દ્ર બિન્દુ આ છેઃ જયારે તમે પડી રહ્યા છો, પૂર્ણ બનો એનો શો અર્થ છે? પહેલી વાત એ કે મનના કહેવાથી ના પડો. કોઇ આયોજન ના કરો.બેસવાનો પ્રયત્ન ના કરો, આડા પડવાની ચેષ્ટા ના કરો. પુરેપુરા પડી જાઓ, જાણે કે આખુ શરીર એક છે અને તે પડી ગયું છે. એમ ના થાય કે તમે પાડયું જો તમે પાડયુ તો તમારા બે ભાગ થઇ ગયા એક તમે પાડનાર થયા અને બીજો પડેલું શરીર થયો. ત્યારે તમે પૂર્ણ ના બન્યા ખંડિત અને વિભાજીત રહ્યા એને અખંડ પડવા દો, પોતાને સમગ્રપણે પડવો દો.
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
