News of Monday, 23rd December 2024
અમેરિકામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યુવકે એક મહિલાને જીવતી સળગાવી દીધી : આરોપીએ મહિલાના કપડામાં આગ લગાવી દીધી અને જ્યાં સુધી તે મરી ન જાય ત્યાં સુધી જોતો જ રહ્યો : જુઓ વિડિઓ
પોલીસે સ્થળ પરથી પ્લેટફોર્મ પર બેંચ પર બેઠેલા શંકાસ્પદની ધરપકડ કરી : NYPD કમિશનર જેસિકા ટિશે તેને "સૌથી ધિક્કારપાત્ર ગુનો" ગણાવ્યો

https://x.com/TruistSanti/status/1870987741351035302
ન્યૂયોર્ક તા.૨૩ : બ્રુકલિનના સ્ટિલવેલ એવન્યુ સ્ટેશન પર રવિવારે સવારે એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. અમેરિકામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યુવકે એક મહિલાને જીવતી સળગાવી દીધી. આરોપીએ મહિલાના કપડામાં આગ લગાવી દીધી અને જ્યાં સુધી તે મરી ન જાય ત્યાં સુધી જોતો જ રહ્યો. આ ઘટના ન્યૂયોર્કના એક સ્ટેશન પર બની હતી. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ અનુસાર, આ દુ:ખદ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન સ્ટેશન પર રોકાઈ હતી. આરોપી યુવકે અચાનક મહિલાના કપડામાં લાઈટરથી આગ લગાવી દીધી હતી. મહિલા સેકન્ડોમાં આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટના સમયે, સ્ટેશનના ઉપરના માળે પેટ્રોલિંગ કરી રહેલા અધિકારીઓએ ટ્રેનમાંથી ધુમાડો નીકળતો જોયો અને તરત જ સ્થળ પર પહોંચી ગયા.
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને ટ્રેનના ડબ્બામાં મહિલા સળગતી જોવા મળી હતી. અધિકારીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું મોત થઈ ગયું હતું. પોલીસે સ્થળ પરથી પ્લેટફોર્મ પર બેંચ પર બેઠેલા શંકાસ્પદની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે શરીરે પહેરેલા કેમેરા અને પ્રત્યક્ષદર્શીઓની મદદથી આરોપીની ઓળખ કરી હતી. યુવક બીજી ટ્રેનમાંથી ઝડપાયો હતો અને તેના ખિસ્સામાંથી ઘટનામાં વપરાયેલું લાઈટર પણ મળી આવ્યું હતું. NYPD કમિશનર જેસિકા ટિશે તેને "સૌથી ધિક્કારપાત્ર ગુનો" ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
