<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ઇન્દોરમાં લોકાયુક્ત પોલીસની ટીમે પીથમપુરની આદિમ જાતિ લિમિટેડ કોઓપરેટિવ સોસાયટીના આસિસ્ટન્ટ મેનેજર કનીરામ મંડલોઈના ઘર સહિત 5 સ્થળોએ દરોડા પાડ્યા : 5 કરોડથી વધુની સંપત્તિની રિકવરી

લોકાયુકત પોલીસને આસિસ્ટન્ટ મેનેજર કનીરામ મંડલોઈ અને તેમના ભાઈ સામે તેમની આવક કરતાં વધુ સંપત્તિ બનાવવાની ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી

ઈન્દોર તા.૨૩ : લોકાયુક્ત પોલીસની ટીમે સોમવારે સવારે પીથમપુરની આદિમ જાતિ લિમિટેડ કોઓપરેટિવ સોસાયટીના આસિસ્ટન્ટ મેનેજર કનીરામ મંડલોઈના ઘર પર દરોડો પાડ્યો હતો. એક વર્ષથી માનપુર અને ધાર સહિત પાંચ જગ્યાએ દરોડાની આ કામગીરી ચાલી રહી છે.

તપાસ દરમિયાન આસિસ્ટન્ટ મેનેજરના કબજામાંથી 5 કરોડથી વધુની સંપત્તિ મળી આવી હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. લોકાયુકત પોલીસને આસિસ્ટન્ટ મેનેજર કનીરામ મંડલોઈ અને તેમના ભાઈ સામે તેમની આવક કરતાં વધુ સંપત્તિ બનાવવાની ફરિયાદ મળી હતી. ફરિયાદ બાદ લોકાયુક્તની ટીમ તપાસ માટે તેમના સ્થળે પહોંચી ગઈ છે.

(4:13 PM IST)