<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

પૂજય રણછોડદાસજી બાપુના આશિર્વાદથી પ્રયાગરાજ મહાકુંભમાં ૫૦ હજારથી વધુ નિઃશુલ્‍ક મોતિયાના ઓપરેશનનો સંકલ્‍પ

પૂ.ગુરૂદેવના ‘‘મરીજ મેરે ભગવાન હૈ'' ના સિધ્‍ધાંતને સાર્થક કરી દાદા ભગવાનની નેત્રદાન, વષાદાન, અન્નદાન સાથે સંપૂર્ણ સેવા સૌથી મોટા વિશાળ વિનામૂલ્‍યે નેત્ર યજ્ઞનું ઉતર પ્રદેશમાં આયોજન

 પ્રયાગરાજ(ગૌહનીયા), ઉતરપ્રદેશમાં દરેક દર્દી ભગવાનને આધુનિક ફેકોમશીનથી ટાંકા વગરનાં સોફટફોલ્‍ડેબલ નેત્રમણી સાથે મોતિયાના મફત ઓપરેશન તથા રહેવા, ચા, નાસ્‍તો, શુધ્‍ધ ઘીનો શીરો, ગરમ ભોજન, એક ધાબળો, એક સાડી,ર(બે) કીલો ચોખા, ૧(એક) કિલો ઘઉનો લોટ, અડધો કિલો મીઠી ગુંદી, દવા, ટીપાં, કાળા ચશ્‍મા તથા દક્ષિણા રૂપે દરેક દર્દી ભગવાનને રૂ.૧૦૦ રોકડા અને ઓપરેશન બાદ પાવરવાળા ચશ્‍મા નિઃશુલ્‍ક આપવામાં આવશે.

રાજકોટ તા.૨૩:  પ્રયાગરાજ(ગૌહનીયા), ઉતરપ્રદેશમાં દરેક દર્દી ભગવાનને આધુનિક ફેકોમશીનથી ટાંકા વગરનાં સોફટફોલ્‍ડેબલ નેત્રમણી સાથે મોતિયાના મફત ઓપરેશન તથા રહેવા, ચા, નાસ્‍તો, શુધ્‍ધ ઘીનો શીરો, ગરમ ભોજન, એક ધાબળો, એક સાડી,ર(બે) કીલો ચોખા, ૧(એક) કિલો ઘઉનો લોટ, અડધો કિલો મીઠી ગુંદી, દવા, ટીપાં, કાળા ચશ્‍મા તથા દક્ષિણા રૂપે દરેક દર્દી ભગવાનને રૂ.૧૦૦ રોકડા અને ઓપરેશન બાદ પાવરવાળા ચશ્‍મા નિઃશુલ્‍ક આપવામાં આવશે. પૂજ્‍ય શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા અસીમ કૃપાથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, રાજકોટ દ્વારા પ્રયાગરાજ(ગૌહનીયા) ઉતરપ્રદેશની પવિત્ર ભૂમિમાં આધ્‍યાત્‍મીક જગતનાં સૌથી મોટા ધાર્મિક મેળા મહાકુંભમેળામાં પવિત્ર વાતાવરણમાં તથા મનને આધ્‍યાત્‍મીક શાંતિ પ્રદાન કરનારા મહાકુંભ મેળામાં ધાર્મિકતા સાથે સંત ભગવાન, શ્રધ્‍ધાળુ, દર્દીઓને આંખોની નવી રોશની મળી રહે એ માટે આ મહાકુંભ મેળામાં નેત્ર મહાકુંભમાં નેત્રયજ્ઞ મહાશિબિરનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. આ સાથે નેત્રયજ્ઞનાં આયોજનથી ભારતમાંથી આવતા સંતો - મહાત્‍માઓ ગરીબ લોકોના નિઃશુલ્‍ક ઓપરેશન થવાથી ખુબ જ પ્રસન્‍ન થશે. તેમ એક યાદી જણાવે છે. ‘‘મરીજ મેરે ભગવાન હૈ'' ના તથા ‘‘મૂજે ભૂલ જાના, પર નેત્રયજ્ઞકો નહિ ભૂલના'' અમૂલ્‍ય વચનો સાર્થક કરવામાં આવશે.

 આ નેત્રયજ્ઞ મહાશિબિર દ્વારા (પચાસ હજાર) થી પણ વિનામૂલ્‍ય જેના વધારે વિનામુલ્‍યે  મોતીયાનાં ઓપરેશન કરવાનો મહાસંકલ્‍પ છે. સૌથી વધારે લાભ સંત, ભગવાન, શ્રધ્‍ધાળું તથા ભારતભરમાંથી આવતા યાત્રીગણને થશે. દિવ્‍ય મહાકુંભના દર્શન સાથે આંખો ની રોશની પણ મહાકુંભમેળામાંથી પ્રાપ્ત થશે, આ સંતો નું કોઇ સ્‍થાન નક્કી ના હોય, તેઓ આજે અહીંયા તો કાલે બીજી જગ્‍યાએ હોય છે. અને અલગ અલગ જગ્‍યાએ ભ્રમણ કરતા હોય છે. આ મહાકુંભમેળામાં સર્વે સંતો ઉપસ્‍થિત રહે છે. તેથી તેઓને મહાકુંભમેળામાં ભજન આધ્‍યાત્‍મીકતા સાથે આંખોની નવી જ્‍યોતી પણ મળી જશે. અને ઓપરેશન માટે અલગ અલગ જગ્‍યાએ જવું નહીં પડે.

માટે આ નેત્રયજ્ઞમાં આવતા દરેક દર્દી ભગવાનનું આધુનિક ફેકોમશીનથી ટાંકા વગરનું સોફટ ફોલ્‍ડેબલ નેત્રમણી સાથે અન્‍ય હોસ્‍પિટલમાં ખર્ચ થતા રૂ.૨૦,૦૦૦ વાળુ ઓપરેશન મફત કરવામાં આવશે તથા દરેક દર્દી ભગવાન તથા સાથે આવેલ સાથીદારને ગરમ ભોજન આપવામાં આવશે.

પૂ.ગુરુદેવની ગુરૂમઢી તથા કાશી વિશ્‍વનાથ મહાદેવનાં સ્‍થાપન સાથે આ મહાનેત્રયજ્ઞ કેમ્‍પનો શુભારંભ થઇ શહ્યો છે.

સૌને પ્રયાગરાજ (ગૌહનીયા) ઉતરપ્રદેશમાં દર્દી ભગવાનની તથા પ.પૂ.શ્રી સદ્ગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીની સુક્ષ્મ ઉપસ્‍થિતિ કરાવતી આ અમુલ્‍ય નેત્રયજ્ઞ શિબિરમાં પધારી દર્શન કરવા આ અમૂલ્‍ય સેવારૂપી ગંગામાં પૂણ્‍ય મેળવવા હાર્દિક નિમંત્રણ અપાયું છે. નિમંત્રક : પૂજ્‍ય શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ(શ્રી સદગુરુ  સદન ટ્રસ્‍ટ) તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, રાજકોટ (મો.૯૫૮૩૬૩૦૮૧૭૮, ૮૪૬૦૯ ૨૮૫૦૮, ૯૮૭૯૭ ૩૪૧૭૮

(4:53 PM IST)