News of Monday, 23rd December 2024
રોબોટ મનુષ્યની ત્વચાને સ્પર્શ કરતાની સાથે જ તેની ભાવનાઓની અનુભૂતિ કરશે
વૈજ્ઞાનિકોએ માણસની જુદી જુદી મનોદશાને જાણવા માટે ત્વચાના ચાલક તત્વનો ઉપયોગ કર્યો

ટૉકિયો: ભવિષ્યમાં કૃત્રિમ બૌદ્ધિકતા (એઆઈ) થી લૈન્સ રોબોટ ફક્ત મનુષ્યની ત્વચાને સ્પર્શ કરતાની સાથે જ તેની ભાવનાઓને સમજી શકશે. જાપાનના વૈજ્ઞાનિકોએ નવા સંશોધનમાં આ દાવો કર્યો છે. સંશોધનમાં ત્વચાના ચાલકત્વ (સ્કીન કંડનક્ટેસ) નો ઉપયોગ કરી જુદી જુદી ભાવનાની ઓળખ કરવામાં આવે છે. સંશોધન કર્તાઓનું કહેવું છે કે, રોબોટ્સને માટે આ ટેકનિક પારંપરિક વિધિયોથી વધુ ચોક્કસાઈ પૂર્વક થઈ શકે છે.
લાઈવ સાયન્સના રિપોર્ટ મુજબ ટૉક્યો મેટ્રો- પોલીટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માણસની જુદી જુદી મનોદશાને જાણવા માટે ત્વચાના ચાલક તત્વનો ઉપયોગ કર્યો છે. ચાલક તત્વોનો અર્થ છે કે ત્વચા ઊર્જાના પ્રવાહને કેટલીક કુશળતાથી સંચારીત કરે છે. આ ચાલકત્વ પરસેવો વળવા અને તંત્રિકા ગતિવિધિને કારણે બદલતા રહે અને તાંત્રિક ગતિવિધિને કારણે બદલતી રહે છે. તેનાથી માણસના મનની અવસ્થાઓની જાણકારી મળી શકે છે. આ અવસ્થાઓનો ડેટા એઆઈ વ્દારા રોબોટમાં ફિડ કરવાથી તે એને સમજવામાં સક્ષમ થશે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
