<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th December 2024

ભારત વગર દુનિયા આગળ વધી શકતી નથી :લિન્ડનર

જર્મનીના પૂર્વ રાજદૂત વાલ્ટર જે લિન્ડરે ભારત પર એક પુસ્તક લખ્યું:. ભારતની આધ્યાત્મિકતા, સંસ્કૃતિ, ધર્મ, સંગીત અને ઇતિહાસને દુનિયા ભરમાં પોતાની ઓળખાણ બનાવી

 નવીદિલ્હી: ભારતની બાબતમાં જાણવા અને સમજવાની રૂચિ દુનિયાભરમાં સતત વધી રહી છે. ૨૦૦૦ ના દશકની શરૂઆતમાં જ્યારે ચીનની અર્થ-વ્યવસ્થા ઝડપથી વધી ત્યારે તેના પર અનેક પુસ્તકો લખાયેલા, હવે જ્યારે ભારત વૈશ્વિક મંચ પર પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે તેને લઈને પણ વિશ્વના અનેક લોકો પોતાની જુદી-જુદી ઈચ્છાઓ ભારત પ્રત્યે વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન જર્મનીના પૂર્વ રાજદૂત વાલ્ટર જે લિન્ડરે ભારત પર એક પુસ્તક લખ્યું છે

  . આ પુસ્તક એવા સમયનું છે, જ્યારે તેઓ ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી ભારતમાં જર્મન રાજદૂત રહેલા. તે પહેલા તેઓ જર્મન વિદેશ મંત્રાલયમાં રાજ્ય સચિવ પણ રહી ચૂક્યા હતા. લિન્ડનરના ભારત સાથેના સંબંધો ૧૯૭૦ ના દશકમાં એક બૈકપૈકિંગ ટ્રીપથી શરૂ થયું હતું. તે સમયે તેઓએ ભારતની મુલાકાત લીધી હતી, અને અહીંની વિવિધ સંસ્કૃતિને જોઈ હતી. તેઓ ભારતીય મીડિયાની એવા સમયે નજરે ચઢ્યા, જ્યારે તેઓ દિલ્હીની સડકો પર લાલ રંગની એમ્બેસેડર કારમાં જોવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓએ ભારત પર એક પુસ્તક લખવાનો વિચાર કર્યો, જેમાં તેઓએ જણાવ્યું છે કે, પશ્ચિમની દુનિયાએ ભારત પાસેથી શું શીખવું જોઈએ.

  વાલ્ટર જે લિન્ડનર પોતાના પુસ્તકમાં બતાવે છે કે, ભારતને તેની સૉફ્ટ પાવરને માટે ઓળખવામાં આવે છે. ભારતની આધ્યાત્મિકતા, સંસ્કૃતિ, ધર્મ, સંગીત અને ઇતિહાસને દુનિયા ભરમાં પોતાની ઓળખાણ બનાવી છે. લિન્ડનરનું કહેવું છે કે, હવે ભારતની જનસંખ્યા દુનિયામાં સૌથી વધી ગઈ છે, અને એટલા માટે તેનું મહત્વ સૉફ્ટ પાવરથી અનેક ઘણું વધારે છે.આ એક આવો દેશ બની ચૂક્યો છે, જેના અભિપ્રાય અને ભાગીદારી વિના દુનિયા આગળ વધી શકતી નથી. લિન્ડનરે કહ્યું કે, આજકાલ દુનિયામાં અનેક રાજનીતિક ઉથલ-પાથલ, યુદ્ધ અને સંઘર્ષ ચાલી રહ્યા છે. એવામાં ભારતે મહાશક્તિયોની વચ્ચે સંતુલન બનાવવામાં સફળતા હાંસલ કરી છે.

(12:48 AM IST)