<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th December 2024

હોમ લોન બેંક દ્વારા રૂ.૨૦ લાખની ગેરંટી વગર અપાશે

આ લોન ૩૦ વર્ષની સમય મર્યાદામા, ઓછા વ્યાજના દરે ભરપાઈ કરવાની જોગવાઈ

નવીદિલ્હી: ઘર ખરીદવું હવે સરળ બનશે, સરકાર હવે ઓછી આવક વાળા વર્ગને અને મધ્યમ આવક વાળા વર્ગના લોકોને ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર કરવાને માટે એક નવી યોજના પર કામ કરી રહી છે. આ સ્કીમ હેઠળ ગેરંટી વગર અને ઓછા દસ્તાવેજોના આધાર પર રૂ.૨૦ લાખની હોમ લોન મળી શકશે. આ યોજના ખાસકરીને એવા લોકોને માટે બનાવવામાં આવી રહી છે, જેમની પાસે નિયમિત આવકનું પ્રમાણ નથી, કે પછી જેની પાસે સંપત્તિ ગીરવે મૂકવાનો કોઈ વિકલ્પ નથી.

   સૂત્રો અનુસાર કેન્દ્ર સરકાર જેમ બને તેમ જલ્દી આ નવી હોમ લોન સ્કીમની જાહેરાત કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ લોન ૩૦ વર્ષની સમય મર્યાદામા, ઓછા વ્યાજના દરે ભરપાઈ કરવાની જોગવાઈ કરવામાં આવનાર છે. લોનની રકમ પર ૭૦ ટકા રકમની સરકાર બેંકને ગેરંટી આપશે. જેથી બેંકોને ડિફોલ્ટ (લોનની રકમ ભરપાઈ નહીં થાય) નું જોખમ ઓછું થઈ જશે. આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા વર્ગના (ઈડબ્લ્યૂએસ) જેમની આવક રૂ.૩ લાખ સુધીની હશે, ઓછી આવક વાળા વર્ગના (એલઆઈસી) જેમની આવક રૂ.૩ થી૬ લાખ સુધીની હશે, અને મધ્યમ આવક વર્ગના (એમઆઇજી) જેમની આવક રૂ.૬ થી ૯ લાખ સુધીની હશે તેમને આ યોજનાનો લાભ મળી શકશે.  

  પ્રાપ્ત માહિતી મુજબ હાલ વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ. ૮ લાખ સુધીની હોમ લોન પર ગેરંટી કવર મળે છે. નવી યોજનામાં આ મર્યાદા વધારીને રૂ.૨૦ લાખ સુધી કરવામાં આવે, સાથે સાથે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડને વધુ મજબૂત કરવા માટે સરકારે ઓગસ્ટ-૨૦૨૪માં તેનું કૉપ્સ ફંડ રૂ.૧૦૦૦ કરોડથી વધારીને રૂ.૨૦૦૦  કરોડ નું કરવામાં આવ્યું છે. આ યોજના મુજબ ૬.૫ ટકા વ્યાજ સબસીડીની જોગવાઈ થશે. લોનની મુદત ૩૦ વર્ષ સુધીની રાખવામાં આવી છે. જેથી મધ્યમ અને ઓછી આવક વાળા વર્ગના લોકોને માટે ઘર ખરીદવાનું સરળ બનશે

(10:30 PM IST)