<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th December 2024

બીએસએનએલ માર્ચ-૨૦૨૫ થી સ્વદેશી ૪-જી નેટવર્કથી લૈન્સ થઈ જશે

સી-ડાટ એ ૪-જી તેમજ ૫-જી ની સ્વદેશી ટેક્નિક વિકસિત કરવાની જવાબદારી સોંપાઈ

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની પહેલ પર સંચાર મંત્રાલયની રિસર્ચ સંસ્થા સી-ડાટ એ ૪-જી તેમજ ૫-જી ની સ્વદેશી ટેક્નિક વિકસિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) એ સંપૂર્ણ સ્વદેશી ૪-જી નેટવર્કથી લૈન્સ કરવામાં આવી રહ્યું છે. સરકાર સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે કે, માર્ચ-૨૦૨૫ સુધીમાં બીએસએનએલ સંપૂર્ણ રીતે સ્વદેશી ૪-જી નેટવર્ક થી લૈન્સ થઈ જશે. અત્યાર સુધીમાં ૭૫ થી ૮૦  ટકા કામગીરી (૧ લાખ ટાવર પૈકી ૮૦ હજાર ટાવરોમાં સ્વદેશી ૪-જી નેટવર્કના રેડિયો ફ્રિકવન્સી ઉપકરણ અને અન્ય સોફ્ટવેયરને જોડી દેવાની કામગીરી)  પૂરી કરી લેવામાં આવી છે. એટલું જ નહી સી-ડાટ એ સ્વદેશી ૫-જી નેટવર્ક પણ તૈયાર કરી લીધું છે, તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે

(10:55 PM IST)