તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 25th December 2024
યમુના સિટીમાં અંતરરાષ્ટ્રીય ફિલ્મ સિટીનો શિલાન્યાસ જાન્યુઆરીમાં થશે
પ્રથમ તબક્કામાં ૨૩૦ એકરમાં અગત્યનું જરૂરી કામ ૩ વર્ષમાં પૂરું કરાશે જેમાં ૧૫૫ એકરના ક્ષેત્રફળમાં ઔદ્યોગિક અને ૭૫ એકરના ક્ષેત્રફળમાં વ્યાવસાયિક ગતિવિધિયો થશે

ગ્રેટર નોઇડા: યમુના એક્સપ્રેસ-વે ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ (યીડા) સેક્ટર-૨૧માં ૧૦૦૦ એકરમાં અંતરરાષ્ટ્રીય ફિલ્મ સિટીનું નિર્માણ થશે. તેનો શિલાન્યાસ જાન્યુઆરીમાં થશે. તેને બનાવવા માટે દુનિયાભરની અનેક ફિલ્મ સિટીનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ફિલ્મ સિટીને સંસદની ઝલક આપવામાં આવી છે. ફિલ્મ સિટી નિર્માણના પ્રથમ તબક્કામાં ૨૩૦ એકરમાં અગત્યનું જરૂરી કામ ૩ વર્ષમાં પૂરું કરવામાં આવશે. જેમાં ૧૫૫ એકરના ક્ષેત્રફળમાં ઔદ્યોગિક અને ૭૫ એકરના ક્ષેત્રફળમાં વ્યાવસાયિક ગતિવિધિયો થશે. બીજા તબક્કામાં ૬૭૦ એકર ક્ષેત્રફળના વિસ્તારને જરૂર પ્રમાણે વિકસિત કરવામાં આવશે. આ અંતરરાષ્ટ્રીય ફિલ્મ સીટી વિશ્વમાં સૌથી આધુનિક અને અલગ હશે.
ખાસ વાત એવી છે કે આ અંતરાષ્ટ્રીય ફિલ્મ સિટી બનશે, તેમાં દરેક ભાષામાં ફિલ્મ (હિન્દી, અંગ્રેજી, તમિલ, ભોજપુરી સહિત હોલીવુડ તથા બૉલીવુડ ની ફિલ્મો) બનાવી શકાશે. કલાકારોએ લોકેશન માટે કોઈપણ દેશમાં જવાની જરૂર નહીં પડે કારણ કોમ્પ્યુટરના માધ્યમથી કોઈપણ પ્રકારનું લોકેશન સેટ અહીં કરવાની સુવિધા હશે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
