News of Thursday, 26th December 2024
એક મહિનામાં બીજીવાર રેલવેની IRCTCની વેબસાઈટ બંધ
વેબસાઈટ બંધ રહેતા ટિકિટ બુકીંગ અટક્યું: મુસાફરો હેરાન પરેશાન

નવી દીલ્હી, તા.૨૬: આઈઆરસીટી સીની વેબસાઈટ ડાઉન થઈ ગઈ છે. આ કારણે રેલવે ટિકિટનું બુકિંગ થતું નથી. આ કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે, આઈઆરસીટીસીની સાઈટ ઈન્સ્ટન્ટ ટિકિટ બુકિંગ સમયે અટકી ગઈ હતી. વેબસાઇટ ક્યાં સુધી ડાઉન રહેશે, એમ આઇઆરસીટી સીએ જણાવ્યું નથી. આઈઆરસીટીસીની સેવા બંધ થયા બાદ તત્કાલ ટિકિટ કાપનારાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકો આઈઆરસીટીસીને ટેગ કરીને અનેક પ્રકારના સવાલ પૂછી રહ્યા છે.
ભારતીય રેલવેના ઈ-ટિકિટિંગ પ્લેટફોર્મ ઈન્ડિયા રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ આજે ગુરૂવારે અસ્થાયી રૂપે ઉપલબ્ધ નથી. રેલવેના ટિકિટિંગ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મેન્ટનન્સ એક્ટિવિટીના કારણે પ્લેટફોર્મ હાલ એક્સેસ કરી શકાશે નહીં.
આઈઆરસીટીસીની વેબસાઈટ પર લખેલી નોટિફિકેશન અનુસાર, મેન્ટનન્સ એક્ટિવિટીના કારણે ઈ-ટિકિટિંગ સર્વિસ હાલ ઉપલબ્ધ રહેશે નહીં. કૃપયા બાદમાં પ્રયાસ કરો.એવો મેસેજ દેખાય રહ્યો હતો.
ઉલ્લેખનીય છે, સામાન્ય રીતે આઈઆરસીટીસી પર તત્કાલ ટિકિટનો સમય ૧૦ વાગ્યાનો હોય છે. જયારે સ્લિપર ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય ૧૧ વાગ્યાનો છે. જો કે, આજે ટિકિટિંગ પ્લેટફોર્મ ઠપ રહેતાં દેશભરના લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.(રર.૧પ)
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
