<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th December 2024

ઊંડા સમુદ્રથી લઈને અંતરિક્ષ સુધી, ભારતીય ઇતિહાસ રચશે

મંત્રીએ કહ્યું - જીતેન્દ્ર સિંહ એ કહ્યું કે “ ભારત-૨૦૨૬માં ઊંડા સમુદ્રમાં માનવ મોકલવાની યોજના

નવીદિલ્હી: ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના કેન્દ્ર (આઈએનસીઓઆઈએસ) માં ૨૦૦૪ ના હિંદ મહાસાગર સુનામીની ૨૦ મી વર્ષ ગાંઠના ઉપલક્ષ્યમાં કેન્દ્રીય વિજ્ઞાન રાજય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) જીતેન્દ્ર સિંહ એ કહ્યું કે “ ભારત-૨૦૨૬માં ઊંડા સમુદ્રમાં માનવ મોકલવાની યોજના બનાવી રહ્યું છે, સાથે સાથે પોતાના પ્રથમ અંતરીક્ષ મિશન  માટે પણ કમર કસી રહ્યું છે. જેમાં દેશના અગ્રણી વૈજ્ઞાનિક પ્રયાસોમાં કૌશલનું પ્રદર્શન થશે.” તેઓએ દેશને “વિકસિત ભારત” બનાવાની યાત્રામાં સમુદ્રી અન્વેષણના વધતા મહત્વ પર ભાર મૂક્યો હતો.

જીતેન્દ્ર સિંહે યાદ અપાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ભાઈ  મોદીએ ગયા વર્ષે સ્વતંત્ર દિવસના સંબોધનમાં ડીપ-સી મિશનનો ઉલ્લેખ કર્ય હતો, જેને અમે ઉંડા સમુદ્રમાં એક માનવ મોકલવાની યોજના બનાવી રહ્યા છીએ.

(10:00 PM IST)