<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th December 2024

વિહિપ ૫ જાન્યુઆરીથી વિજયવાડાથી “ સરકાર મંદિર છોડો” અભિયાનનો શંખનાદ કરશે

અભિયાનમાં જજો, સંતો, અધિકારીઓ અને સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો સામેલ કરવામાં આવશે

વિજયવાડા: વિશ્વ હિન્દુ પરિષદ તા.૫ જાન્યુઆરી ૨૦૨૫ થી આંધ્રપ્રદેશના વિજયવાડાથી હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાનું દેશવ્યાપી અભિયાનનો શંખનાદ કરશે. તેમાં ભારતના લાખો સાધુ-સંતો ભાગ લેશે. 

   વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી મિલીન્દ પરાન્ડેએ કેન્દ્ર સરકાર તેમજ રાજ્યોની તમામ સરકારોને સવાલ કર્યો છે કે, જ્યારે દેશમાં મસ્જિદ-ચર્ચ સરકારી નિયંત્રણમાં નથી, ત્યારે હિંદુ મંદિરો પર જ સરકારી નિયંત્રણ શા માટે.? મંદિરો પર સરકારી નિયંત્રણ ભેદભાવ પૂર્ણ છે. હિન્દુ મંદિરો પર સરકારી નિયંત્રણ સંવિધાનના અનુચ્છેદ ૧૨,૨૫ અને ૨૬ સામે આંખ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે.!!

  પરાન્ડેએ વધુમા જણાવ્યું હતું કે, મંદિરોની વ્યવસ્થા અને નિયંત્રણ હવે હિન્દુ સમાજના વિદ્વાનોને સોંપી દેવી જોઈએ. તેને માટે ધાર્મિક પરિષદની રચના કરવામાં આવશે. જેમાં જજો, સંતો, અધિકારીઓ અને સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો સામેલ કરવામાં આવશે. તે રાજ્ય અને જિલ્લા સ્તરીય પરિષદ તથા મંદિરોના ન્યાસિયોને ચૂટશે. જેમાં એસસી/ એસટી વર્ગને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવશે

(10:03 PM IST)