<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th December 2024

શું આગામી વર્ષે ખરેખર દુનિયાનો અંત આવી જશે ?: ભવિષ્યવેત્તા બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી

વર્ષ 2025માં કુદરતી આફતો ભૂકંપ, તોફાન, પૂર મનુષ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે

નવી દિલ્હી :સમગ્ર વિશ્વમાં નવા વર્ષને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આવનારું વર્ષ કેવું રહેશે તેની ચિંતા દરેકને છે. જાણીતા ભવિષ્યવેત્તા બાબા વેંગાએ તેમની ભવિષ્યવાણી વર્ષ 2025 અંગે કેટલીક ખાસ આગાહી કરી હતી. તેમણે દેશ અને દુનિયા વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી કેટલીક સાચી સાબિત થઈ હતી.

બાબા વેંગાએ વર્ષ 2025 અંગે કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી હતી, જે લોકોને ખૂબ ડરાવી રહી છે. આ પૈકી કેટલીક આગાહી ચોંકાવનારી છે અને કેટલીક રાહત આપનારી પણ છે. બાબા વેંગાના મતે યુરોપમાં વર્ષ 2025માં વિનાશ શરૂ થશે.

બાબા વેંગાની આગાહી પ્રમાણે યુરોપમાં આંતરિક સંઘર્ષ થશે અને રાજકીય અસ્થિરતાની અસર એટલી મોટી હશે કે વસ્તીમાં ભારે ઘટાડો થઈ શકે છે. એટલું જ નહીં, તેમણે એવી આગાહી પણ કરી કે વર્ષ 2025માં મોટો વિનાશ શરૂ થઈ શકે છે. વર્ષ 2025માં કુદરતી આફતો (ભૂકંપ, તોફાન, પૂર) મનુષ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

આગામી કેટલાક વર્ષો માટે તેમની આગાહીઓ

2028: આ વર્ષે વિશ્વની ભૂખ એક નવા ઉર્જા સ્ત્રોત સાથે શમી જશે અને મનુષ્ય પણ શુક્ર પર પહોંચી જશે.

2033: આ વર્ષે આબોહવા પરિવર્તનને કારણે દરિયાની સપાટીમાં વધારો થવાથી દરિયા કિનારામાં ફેરફાર થશે.

2043: યુરોપમાં મોટા સાંસ્કૃતિક પરિવર્તન થશે અને ઇસ્લામ પ્રભુત્વ ધરાવતો ધર્મ બનશે.

2046: આ તબીબી ક્ષેત્રમાં ક્રાંતિ આવશે અને કૃત્રિમ અંગો મોટા પાયે બનાવવામાં આવશે.

2100: કૃત્રિમ સૂર્ય પૃથ્વીના અંધકારવાળી બાજુને પ્રકાશ અને હૂંફ આપશે.

બાબા વેંગાએ મોટી ભવિષ્યવાણી કરી હતી જેનાથી લોકોને રાહત મળી હતી, તેમણે કહ્યું હતું કે કેન્સર જેવી ખતરનાક બીમારીનો ઈલાજ વર્ષ 2025માં મળી શકે છે. આ રોગને નાબૂદ કરવામાં વૈજ્ઞાનિકો મોટી સફળતા મેળવી શકે છે.

બાબા વેંગા બલ્ગેરિયાના રહેવાસી હતા. તેમણે 12 વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેઓ ભવિષ્યવાણીઓ કરતા હતા. તેમની આગાહીઓ વારંવાર ચર્ચા અને વિવાદિત થાય છે. લોકો દાવો કરે છે કે ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. તમને જણાવી દઈએ કે બાબા બેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેનું અવસાન થયું હતું.

(11:11 PM IST)