તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 27th December 2024
હિમાચલમાં ભારે હિમવર્ષા:મનાલી-સોલંગનાલા રોડ પર 6 કિલોમીટર લાંબો જામ :હજારો વાહનો અટવાયા
મનાલી નજીક પલચન, સોલંગનાલા અને અટલ ટનલમાં સાંજથી ભારે હિમવર્ષા થઈ જેના કારણે સોલંગનાલા તરફ ગયેલા પ્રવાસીઓના વાહનો અટવાઈ પડ્યા

હિમાચલ પ્રદેશમાં અત્યંત ઠંડી છે. મનાલીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તાપમાન માઈનસમાં જઈ રહ્યું છે. હિમવર્ષાની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. હિમવર્ષાના કારણે ભારે ટ્રાફિક જામ છે. સોલંગનાલામાં એક હજારથી વધુ વાહનો જામમાં અટવાયા છે. મનાલી-સોલંગનાલા રોડ પર 6 કિલોમીટર લાંબો જામ છે. ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહેલા પોલીસકર્મીઓને માઈનસ તાપમાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પર્યટન શહેર મનાલીને અડીને આવેલા પલચન, સોલંગનાલા અને અટલ ટનલમાં સાંજથી ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે સોલંગનાલા તરફ ગયેલા પ્રવાસીઓના વાહનો અટવાઈ પડ્યા હતા. હિમવર્ષાની તીવ્રતા જોતા પોલીસની ટીમ સોલંગનાલા પહોંચી હતી અને અહીં ફસાયેલા વાહનોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
પોલીસ દ્વારા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ભારે હિમવર્ષાના કારણે સોલંગનાલા અને મનાલી વચ્ચે 1000 થી વધુ પ્રવાસી વાહનો ફસાયેલા છે. રોડ પર લગભગ 6 કિલોમીટર લાંબો જામ છે. વાહનો અટવાઈ જવાના કારણે અને રોડ બ્લોક થઈ જતા પોલીસને વાહનો મુક્ત કરાવવા ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.
માઈનસ ટેમ્પરેચરમાં પોલીસકર્મીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હિમવર્ષાના કારણે પ્રવાસીઓ ખુશ છે પરંતુ પોલીસકર્મીઓ માટે તે ખૂબ જ પડકારજનક છે. આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને સોલંગનાલા સુધી જ મોકલવામાં આવ્યા હતા. સાંજે જ્યારે હિમવર્ષા તીવ્ર બની ત્યારે પોલીસે પ્રવાસીઓને સમયસર સ્થળ છોડી જવાની અપીલ કરી હતી.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
