તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
હવે સોઈ વગરનું પણ ઇન્જેક્શન લાગી શકશે
સંશોધનકર્તાઓએ શૉ-ક્વેવ નામની સિરીજ વિકસિત કરી છે, જે દર્દ રહિત છે.

મુંબઈ: અત્યાર સુધી ડોક્ટર દર્દીને ઇન્જેક્શન આપવું પડશે એટલું કહેતાંની સાથે જ દર્દીને ઇન્જેક્શનની સોઈ દર્દ આપશે એવો મનમાં ડર ઉભો થતો હોય છે. જોકે હવે મુંબઈ આઇઆઇટી ના સંશોધનકર્તાઓએ તેનું સમાધાન શોધી કાઢ્યું છે. સંશોધનકર્તાઓએ શૉ-ક્વેવ નામની સિરીજ વિકસિત કરી છે, જે દર્દ રહિત છે. આ સિરિજની મદદથી હાઈપ્રેશર આપીને શરીરમાં ઇન્જેક્શન ઇન્જેકટ કરી શકાય છે. તેનાથી દર્દ-સંક્રમણનું જોખમ પણ ઓછું થઈ જાય છે. આ અભ્યાસ રિપોર્ટ જનૅલ ઓફ બાયોમેડિકલ મૈટેરિયલ્સ એન્ડ ડિવાઈસેજમા પ્રકાશિત થયો છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
