<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

સવારે હિમાચલમાં ભારે હિમવર્ષા ચાલુ: ૧૮ ઇંચ બરફ પડ્યો. અટલ ટનલ પ્રવાસીઓ માટે બંધ: શિશુમાં ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ : જુઓ વિડિઓ

હિમાચલના સોલાંગ વેલી વિસ્તારમાં ગઈ સાંજે ૫ વાગ્યાથી હેવી સ્નો ફોલ ચાલુ છે. આજે સવારે પણ બરફ વર્ષા ચાલુ રહેલ છે. ચારેકોર સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે.

 

અત્યારે સવારે ૧૦ વાગ્યે હિમાચલ પ્રદેશના અનેક સ્થળોએ હેવી સ્નો ફોલ ચાલુ છે, ટુરીસ્ટોને મનાલીથી આગળ જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

 

નહેરુ કુંડથી આગળ રસ્તો બંધ છે. સોલાંગ નાલા સુધી માત્ર ફોર બાઈ ફોર જઈ શકે છે. વાતાવરણ ભયંકર ઘેરાયેલું છે. અટલ ટનલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી છે. 

 

આજ સવાર સુધીમાં દોઢ ફૂટ બરફ પડી ગયો. સાંજ સુધી સાંજ સુધી હિમ વર્ષા ચાલુ રહેવાની આગાહી છે. 

 

શિશુમાં ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે યોગેશ કુમાર જોશી, સોલાંગ વેલી, હિમાચલ.

(10:32 AM IST)