<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

ડો.મનમોહનસિંહનું જીવન નેતૃત્‍વ, નમ્રતા અને રાષ્‍ટ્રની સેવાનું ઉતમ ઉદાહરણ : ભાવિ પેઢીને પ્રેરણા આપશે : ગૌતમ અદાણી

ઇતિહાસ ૧૯૯૧ના ક્રંતિકારી સુધારામાં તેમની મહત્‍વની ભુમિકાને હંમેશા યાદ રાખશે

રાજકોટઃ ટોચના ઉદ્યોગપતિ શ્રી ગૌતમભાઇ અદાણીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા જણાવ્‍યું હતું કે ડો.મનમોહનસિંહના નિધનથી ખૂબ જ દુખ થયું. ઇતિહાસ ૧૯૯૧ના ક્રાંતિકારી સુધારામાં તેમની મહત્‍વની ભુમિકાને હંમેશા યાદ રાખશે, જેણે ભારતને નવો આકાર આપ્‍યો અને વિશ્વ માટે તેના દરવાજા ખોલ્‍યા. એક દુર્લભ નેતા કે જેઓ હળવાશથી બોલ્‍યા પરંતુ તેમના કાર્યો દ્વારા મહાન વસ્‍તુઓ હાંસલ કરી, ડો.સિંહનું જીવન નેતૃત્‍વ, નમ્રતા અને રાષ્‍ટ્રની સેવાનું ઉતમ ઉદાહરણ છે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપશે

(11:42 AM IST)