<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

૪-૪ બાળકો પેદા કરો અને લઈ જાઓ ૩૨ લાખ રૂપિયા પશ્‍ચિમ રશિયાએ નાગરિકોને આપી જોરદાર ઓફર

સરકાર દરેક બાળકોને ૧૦ લાખ રુબલ એટલે કે આઠ લાખ રૂપિયા આપશે

મોસ્‍કો, તા.૨૮: જાપાનથી લઈને ચીન સુધી જન્‍મદર ઝડપથી ઘટી રહ્યો છે. વળદ્ધોની વસ્‍તી વધતી જાય છે, જેના કારણે કામ કરનાર યુવાનો ઓછા થયા છે. આ દેશ યુવાનોને બાળકો પેદા કરવા માટે અલગ અલગ સુવિધાઓ આપી રહ્યા છે. રૂપિયા પણ વહેંચવામાં આવી રહ્યા છે. યુવતીઓને શહેરથી ગામડાઓમાં મોકલવામાં આવી રહી છે. પરંતુ રશિયાએ એક પ્રાંતમાં પોતાના નાગરિકોને અનોખી ઓફર આપી છે. પશ્‍ચિમ રશિયાએ નિઝની નોવગોરોડ ઓબ્‍લાસ્‍ટ પ્રાંતના યુવાનોને ૪-૪ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. એવું પણ કહ્યું છે કે, સરકાર દરેક બાળકોને ૧૦ લાખ રુબલ એટલે કે આઠ લાખ રૂપિયા આપશે.

રશિયાના નિઝની નોવગોરોડ ઓબ્‍લાસ્‍ટ પ્રાંતના ગવર્નર ગ્‍લેબ નિકિટિને આ ઓફરની જાહેરાત કરી હતી, જે ઇન્‍સ્‍ટિટયૂટ ફોર વોર સ્‍ટડીઝના અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવી છે. રશિયામાં જન્‍મ દર પણ ઘણો ઓછો છે. હાલમાં અહીં જન્‍મ દરસ્ત્રી દીઠ ૧.૫ બાળકો છે, પરંતુ સરકારનું માનવું છે કે તે ઘણું ઓછું છે. જો વર્તમાન વસ્‍તી જાળવી રાખવી હોય તોસ્ત્રી દીઠ જન્‍મ દર ૨.૧ બાળકો હોવો જોઈએ. તેને જાળવવા માટે સરકારે પહેલાથી જ વિવિધ પ્રોત્‍સાહનો આપ્‍યા છે.

રશિયા બે વર્ષથી યુક્રેન સાથે યુદ્ધમાં અટવાયેલું છે. ત્‍યાંના યુદ્ધમાં ઘણા યુવાન સૈનિકો શહીદ થયા છે. દારૂગોળાને કારણે અન્‍ય ઘણા લોકોને જાનહાનિ પણ થઈ છે. આ કારણે રશિયાની વસ્‍તી ઝડપથી ઘટી છે. રિપોર્ટ અનુસાર, સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ માં રશિયાની વસ્‍તી છેલ્લા ૨૫ વર્ષમાં સૌથી નીચલા સ્‍તરે પહોંચી ગઈ છે. આ જોઈને ત્‍યાંની સરકાર ટેન્‍શનમાં છે. રશિયા જે પ્રકારની પરિસ્‍થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, તેને સૈન્‍ય બળની સખત જરૂર છે. ક્રેમલિનના પ્રવક્‍તા દિમિત્રી પેસ્‍કોવે વસ્‍તી વિષયક ઘટાડાને મોટો પડકાર ગણાવ્‍યો છે. તેથી જ સરકારે ઓફરો આપવાનું શરૂ કર્યું છે.

રિપોર્ટ અનુસાર, પ્રથમ અને બીજા બાળકો માટે પૈસા કેન્‍દ્ર સરકાર આપશે. જ્‍યારે ત્રીજા અને ચોથા બાળકો માટે રાજ્‍ય સરકાર નાણાં આપશે. સૌથી મોટી વાત એ છે કે આ માટે કોઈ શરત રાખવામાં આવી નથી. આ ઓફર માત્ર ૧૮ થી ૨૩ વર્ષની છોકરીઓ માટે જ છે. આ અંતર્ગત રશિયાની રાજધાની મોસ્‍કોમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. લોકોને આ વિશે જણાવવામાં આવી રહ્યું છે. રશિયાના આરોગ્‍ય પ્રધાન યેવજેની શેસ્‍ટોપાલોવ પહેલાથી જ લોકોને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી ચૂકયા છે

(12:21 PM IST)