તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
૨૦૨૪માં સોનાએ ૨૭ ટકા તો ચાંદીએ આપ્યું૨૩ ટકા વળતર
૨૦૧૪માં જે સોનું રૂ. ૨૯,૪૬૨ હતું, એ ઓક્ટોબર, ૨૦૨૪માં રૂ. ૮૨,૦૦૦ની નજીક પહોંચ્યું હતું છેલ્લા સાડાચાર દાયકામાં એટલે કે ૪૫ વર્ષમાં સોના અને ચાંદીએ વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ વધારાનો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી, તા.૨૮: વર્ષ ૨૦૨૪માં નવેમ્બર સુધી સોનાને વૈશ્વિક સ્તરે ૨૭ ટકા કરતાં વધુ વળતર આપ્યું છે. જે છેલ્લાં ૧૦ વર્ષથી વધુ છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ કહે છે, જ્યારે આ વર્ષે ચાંદીએ ૨૩ ટકા કરતાં વધુ વળતર આપ્યું છે.
સોનાએ વર્ષ ૨૦૨૪માં ૨૭ ટકા વધુ વધારો નોંધાવ્યો છે, જે ૨૦૧૦ પછી એનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ વધારો ફેડરલ રિઝર્વના વ્યાજદરોમાં કાપ, જિયોપોલિટિકલ જોખમ, મોંઘવારીથી બચવાની સોનાની માગને કારણે ભાવવધારો થયો હતો. નિષ્ણાતોના જણાવ્યાનુસાર આ વર્ષે સોનાને રેકોર્ડ તોડયો છે અને કુલ માગ ૧૦૦ અબજ ડોલરને પાર થઈ છે. મધ્યસ્થ બેક્રોએ મોટી ભૂમિકા નિભાવી છે, જેમાં રિઝર્વ બેક્રે પણ સોનાની ખરીદી પાંચ ગણી વધારી છે.
વર્ષ ૨૦૨૪માં સોનાની કિંમતો રૂ. ૮૨,૦૦૦ની ઊંચી સપાટીએ પહોંચી હતી. જોકે સરકારે બજેટમાં ડયુટી ઘટાડયા પછી સોનામાં રૂ. ૬૦૦૦નું કરેક્શન આવ્યું હતું. ત્યાર બાદ સોનાની કિંમતો એક રેન્જમાં કામકાજ કરી રહી છે. આ સાથે ચાંદીએ ૨૩ ઓક્ટોબરે ૯૯,૧૫૧ ઓલટાઇમ ઊંચી સપાટી બનાવી હતી. છેલ્લા સાડાચાર દાયકામાં એટલે કે ૪૫ વર્ષમાં સોના અને ચાંદીએ વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ વધારાનો રેકોર્ડ બનાવ્યો હતો.
આ પહેલાં વર્ષ ૨૦૦૭માં સોનામાં આશરે ૩૧ ટકાનો વધારો થયો હતો. જ્યારે ૧૯૭૯માં ૧૩૩ ટકાનો વધારો નોંધાયો હતો.
છેલ્લાં ૧૧ વર્ષોમાં સોનું અઢી ગણાથી પણ વધુ મોંઘું થયું છે. જાન્યુઆરી, ૨૦૧૪માં જે સોનું રૂ. ૨૯,૪૬૨ હતું,
એ ઓક્ટોબર, ૨૦૨૪માં રૂ. ૮૨,૦૦૦ની નજીક પહોંચ્યું હતું
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
