<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

પતિએ રીલ બનાવવાની ના પાડી તો પત્‍નિએ ટ્રેન સામે ઝંપલાવ્‍યું

પતિએ રીલ બનાવવાની ના પાડી તો નવપરિણીત મહિલા એટલી દુઃખી થઈ ગઈ કે તેણે ટ્રેનની સામે કૂદીને આત્‍મહત્‍યા કરી લીધી : ૭ મહિના પહેલા જ થયા હતા લગ્ન

મહોબા, તા.૨૮: ઇન્‍સ્‍ટાગ્રામ પર રીલ બનાવવી ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં નવપરિણીતના મોતનું કારણ બની. જ્‍યારે તેના પતિએ રીલ બનાવવાની ના પાડી ત્‍યારે નવપરિણીત મહિલા એટલી દુઃખી થઈ ગઈ કે તેણે ટ્રેનની સામે કૂદીને આત્‍મહત્‍યા કરી લીધી. જ્‍યારે તેનો મૃતદેહ રેલ્‍વે ટ્રેક પર પડેલો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતકના થોડા મહિના પહેલા જ લગ્ન થયા હતા, જેથી તેણીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પંચનામું કર્યા બાદ પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને પોલીસ આગળની કાર્યવાહીમાં વ્‍યસ્‍ત છે.

સમગ્ર મામલો મહોબા શહેરના કોતવાલી વિસ્‍તારના જુખા વિસ્‍તારનો છે. અહીં સાત મહિના પહેલા થયેલા લગ્નની ખુશી ઈન્‍સ્‍ટાગ્રામ રીલના કારણે માતમમાં ફેરવાઈ ગઈ છે. રીલનો ક્રેઝ રિયલ લાઈફમાં એટલો વધી ગયો કે નવપરિણીત યુવતીએ ટ્રેન સામે કૂદીને આત્‍મહત્‍યા કરી લીધી.

લાડપુર ગામમાં રહેતો શફીક મહોબા હેડક્‍વાર્ટરના જુખા વિસ્‍તારમાં ભાડાના મકાનમાં રહે છે અને ઈંડા વેચવાનું કામ કરે છે. તેના લગ્ન થોડા મહિના પહેલા જ ૨૦ વર્ષની જુલાઇખા સાથે થયા હતા. નવપરિણીત યુગલ સુખી જીવન વિતાવી રહ્‍યા હતા પરંતુ તેઓ રીલ બનાવવા બાબતે રોજેરોજ ઝઘડા કરવા લાગ્‍યા હતા. એવું કહેવાય છે કે લગ્ન પછી જુલાઇખા તેના પતિને ઓછો સમય આપતી હતી અને ઇન્‍સ્‍ટાગ્રામ પર ફિલ્‍મી ગીતોની રીલ બનાવતી હતી. શફીકને આ રીલ બનાવવી ગમતી ન હતી.

શફીક જણાવે છે કે જ્‍યારે તે ગઈકાલે રાત્રે ઈંડાની ગાડી ગોઠવીને ઘરે પરત ફર્યો ત્‍યારે તેની પત્‍ની રસોઈની જગ્‍યાએ ઈન્‍સ્‍ટાગ્રામ પર રીલ બનાવી રહી હતી. જ્‍યારે તેણે રીલ બનાવવાનો ઇનકાર કર્યો, ત્‍યારે દલીલ થઈ. રાત્રિભોજન કર્યા બાદ બંને સુઈ ગયા હતા પરંતુ અચાનક મોડી રાત્રે ઝુલેખા ઘરની બહાર નીકળી ગઈ હતી. શફીકે તેની પત્‍નીને ન જોતા તેની શોધ શરૂ કરી. સવાર સુધી પત્‍નીનો કોઈ પત્તો ન લાગતાં તેણે પોલીસને જાણ કરી હતી. નવદંપતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ઘણી શોધખોળ બાદ તેનો મૃતદેહ મહોબા-ખજુરાહો રેલ્‍વે ટ્રેક પર વિકળત હાલતમાં મળી આવ્‍યો હતો. શફીકે જણાવ્‍યું કે રીલ બનાવવાની ના પાડયા બાદ તેની પત્‍નીએ ટ્રેનમાંથી કૂદીને આત્‍મહત્‍યા કરી લીધી. આ મામલે પોલીસે મૃતદેહનો કબજો લઈ પંચનામા દ્વારા પોસ્‍ટમોર્ટમ હાથ ધર્યું હતું. સિટી કોટવાલ અર્જુન સિંહનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવી રહ્‍યું છે અને જે પણ હકીકતો બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(3:35 PM IST)