તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
BSNLમાં છટણી : VRS-2 લાગુ થશે, ૧૯ હજાર કર્મચારીઓ ગુમાવશે નોકરી
BSNL એ VRS માટે ૧૫૦૦ કરોડ રૂપિયા માંગ્યા

નવી દિલ્હી. ,તા.ર૮: (ભારત સંચાર નિગમ લિમિટેડ) માં છટણી થવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, આ સરકારી કંપની ૧૯ હજાર લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનું વિચારી રહી છે. આ માટે બીજી વીઆરએસ લાગુ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. BSNL તેની બેલેન્સ શીટને વધુ સારી રીતે મેનેજ કરવા માટે આ બધું કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) આ માટે નાણા મંત્રાલય પાસેથી મંજૂરી મેળવવાની યોજના બનાવી રહ્યું છે.
ચ્વ્ના અહેવાલ મુજબ, BSNL એ VRS ૨.૦ લાગુ કરવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની માંગણી કરી છે. BSNન્ના બોર્ડે ટેલિકોમ્યુનિકેશન વિભાગને VRS દ્વારા કંપનીના કર્મચારીઓની સંખ્યા ૧૮,૦૦૦ થી ઘટાડીને ૧૯,૦૦૦ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે, જેથી બેલેન્સ શીટમાં સુધારો કરી શકાય.
BSNL કર્મચારીઓ પર ખર્ચ ઘટાડવા માંગે છે
BSNL એ તેના કર્મચારીઓ પર ૭૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ તેની આવકનો ૩૮ ટકા હિસ્સો છે. BSNL તેના કર્મચારીઓના પગાર અને અન્ય ખર્ચાઓ પર વાર્ષિક ૫ હજાર કરોડ રૂપિયા ખર્ચવાનો પ્રયાસ કરી રહી છે. ખર્ચ ઘટાડવાના આ લક્ષ્યને હાંસલ કરવા માટે, BSNL એ સંચાર મંત્રાલયની વિનંતી પર કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો પ્રસ્તાવ મૂકયો છે. નાણા મંત્રાલય તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ માટે કેબિનેટની મંજૂરી લેવી પડશે.
BSNL બોર્ડે પગાર ખર્ચ ઘટાડવાની યોજનાને મંજૂરી આપી છે
BSNL બોર્ડે સોમવારે પગાર પરના ખર્ચમાં ઘટાડો કરવાની મંજૂરી આપી હતી. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારતની સરકારી ટેલિકોમ કંપની હજુ સુધી દેશભરમાં ૪ઞ્ સેવા પૂરી પાડી શકી નથી. ખાનગી કંપનીઓ ૫ઞ્ સેવાઓ પૂરી પાડી રહી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪માં BSNન્ની આવક ૨૧,૩૦૨ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં આમાં થોડો સુધારો જોવા મળ્યો છે. કંપની ૩૦,૦૦૦ થી વધુ નોન-એક્ઝિકયુટિવ અને ૨૫,૦૦૦ એક્ઝિકયુટિવ કર્મચારીઓને રોજગારી આપે છે. ૨૦૧૯ માં, સરકારે રૂ. ૬૯,૦૦૦ કરોડની પુનઃસજીવન યોજનાને મંજૂરી આપી હતી, જેમાં ગ્લ્ફન્ અને મહાનગર ટેલિફોન નિગમ (MTNL) કર્મચારીઓ માટે વહેલી નિવળત્તિનો કાર્યક્રમ સામેલ હતો. ૯૩,૦૦૦ કર્મચારીઓએ સ્ય્લ્ યોજના પસંદ કરી હતી. વીઆરએસ આપવા પર પેન્શન, ગ્રેચ્યુઈટી અને કમ્યુટેશન પાછળ લગભગ રૂ. ૧૭,૫૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
