News of Saturday, 28th December 2024
વિવાદિત ટેક્સ ચુકવણી :ITR ફાઇલિંગ અને GST ને લગતા કામ અચૂક કરજો પુરા: માત્ર ત્રણ દિવસ બાકી
ટેક્સ પેયર્સ માટે ડેડલાઈન નજીક આવી ગઈ : નહિતર લાગી શકે પેનલ્ટી : નવા વર્ષથી ઘણા ફાયનાન્સિયલ નિયમો બદલાશે

નવી દિલ્હી : વર્ષ 2024 ખતમ થવાનું છે અને ત્રણ દિવસ બાદ નવા વર્ષની શરૂઆત થશે. આ ત્રણ દિવસ ખૂબ ખાસ છે કેમ કે ત્રણ જરૂરી કાર્યોને પૂરા કરવા માટે બસ આટલા જ દિવસોનો સમય બાકી છે. આ કાર્યોની ડેડલાઈન 31 ડિસેમ્બરે ખતમ થવા જઈ રહી છે. તેમાં ટેક્સથી લઈને સેવિંગ સ્કીમ સુધી જોડાયેલા કામ સામેલ છે.
વર્ષ 2025ની શરૂઆત એટલે કે પહેલી જાન્યુઆરીની સાથે જ દેશમાં ઘણા ફાયનાન્સિયલ નિયમ બદલવા જઈ રહ્યાં છે. તેમાં વિવાદિત ટેક્સની ચૂકવણી માટે ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી 'વિવાદથી વિશ્વાસ' યોજના સામેલ છે. તો ત્યાં લેટ ફી ની સાથે બિલેટેડ ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ પણ 31 ડિસેમ્બર 2024 છે. આ સિવાય ઘણી બેન્ક પોતાની સ્પેશિયલ એફડી સ્કીમમાં વધુ ફાયદા આપી રહી છે, જેમાંથી અમુકમાં રોકાણની તક વર્ષના અંતિમ દિવસ સુધી જ છે
ઈનકમ ટેક્સ વિભાગે વિવાદિત ટેક્સ મુદ્દામાંથી છુટકારો મેળવવા માટે વિવાદથી વિશ્વાસ યોજનાની શરૂઆત કરી હતી, જેમાં ઈનકમ વિવાદોથી પરેશાન ટેક્સપેયર્સને ઓછી એમાઉન્ટ આપીને કરાવી શકે છે. આ સ્કીમની ડેડલાઈન પણ 31 ડિસેમ્બર 2024એ ખતમ થવાની છે. જો તમે આ યોજનાનો લાભ ઉઠાવીને ટેક્સ વિવાદનો છુટકારો મેળવવા ઈચ્છે છો તો પછી તમારી પાસે લગભગ ત્રણ દિવસનો સમય છે.
જો તમે ટેક્સપેયર છો અને FY2023-24 માટે પોતાનું ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી, તો પછી લેટ ફી ની સાથે આને દાખલ કરવાની ડેડલાઈન પણ 31 ડિસેમ્બર છે. આઈટીઆર ફાઈલ કરવા માટે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 31 જુલાઈની લાસ્ટ ડેટ નક્કી કરી હતી, જેને લેટ ફી ની સાથે વધારીને 31 ડિસેમ્બર 2024 સુધી કરી દેવાઈ હતી. તમે બિલેટેડ ITR ફાઈનલ હજુ પણ કરી શકો છો. જે કરદાતાઓની વાર્ષિક ઈનકમ 5 લાખ રૂપિયાથી વધુ છે તે 5000 રૂપિયા પેનલ્ટી આપીને જ્યારે પાંચ લાખથી ઓછી આવક ધરાવતાં 1000 રૂપિયાની લેટ ફી આપીને આને ફાઈલ કરી શકે છે.
જો આ નક્કી તારીખ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકતાં નથી, તો પછી પેનલ્ટી 10,000 રૂપિયા સુધી થઈ જશે. આ સિવાય ઈનકમ ટેક્સની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ તારીખ સુધી તમે ગમે તેટલી વખત રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરી શકો છો. રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવાની ન તો કોઈ ફી આપવી પડશે અને ન તો કોઈ પ્રકારનો દંડ ચૂકવવો પડે છે.
ત્રીજું કાર્ય GST સાથે જોડાયેલું છે. જીએસટી રજિસ્ટ્રેશન કરાવનાર માટે એન્યુઅલ રિટર્ન ફાઈલ કરવું 31 ડિસેમ્બર સુધી જરૂરી છે. આ રીતે ટેક્સપેયર્સ જેનું ટર્નઓવર FY2023-24માં 2 કરોડ રૂપિયા સુધી છે, તેમને GSTR9 ફાઈલ કરવું પડશે, જેમાં તમારી પર્ચેસ, સેલ, ઈનપુટ ટેક્સ ક્રેડિટ અને રિફંડ સુધી સામેલ થશે. આ સિવાય જે કરદાતાઓનું ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી વધુ છે તો તેને GSTR9C ફાઈલ કરવું હશે. આને અવગણવા પર જીએસટી નિયમ હેઠળ દંડ ચૂકવવો પડી શકે છે.
આ જરૂરી કાર્યો સિવાય IDBI Bank અને પંજાબ એન્ડ સિંધ બેન્કની સ્પેશિયલ એફડી સ્કીમ પણ 31 ડિસેમ્બર સુધી જ ઓપન છે, આની પર 8 ટકાથી વધુનું વ્યાજ મળી રહ્યું છે. એક તરફ 2024નો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બર ઘણા જરૂરી કાર્યોની ડેડલાઈન છે. તો ત્યાં નવું વર્ષ 2025 ઘણા મોટા ફેરફાર લઈને આવવાના છે. તેમાં LPG સિલિન્ડર પ્રાઈઝમાં ફેરફાર, UPI 123Pay ની ટ્રાન્જેક્શન લિમિટમાં ચેન્જ, EPFO નું પેન્શનર્સ માટે નવો નિયમ, શેર માર્કેટની મંથલી એક્સપાયરીનો દિવસ પણ સામેલ છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
