તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
પાકિસ્તાન પર તાલિબાનનો હુમલો :બે ચોકી પર કર્યો કબ્જો : કેટલાક સૈનિકો માર્યા ગયા
તાલિબાનના 15 હજાર લડાકુ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા છે: તાલિબાનના લડાકુઓનો સામનો કરવા માટે પાકિસ્તાન સેના તથા વાયુસેનાએ પેશાવર તથા ક્વેટા ખાતે મોરચો સંભાળ્યો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તિ રહી છે. પાકિસ્તાન તરફથી અફઘાનિસ્તાનમાં જે સતત એર સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે તેને લીધે બન્ને દેશ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.
આ દરમિયાન મળતી માહિતી પ્રમાણે તાલિબાનના 15 હજાર લડાકુ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા છે. તાલિબાનના લડાકુઓનો સામનો કરવા માટે પાકિસ્તાન સેના તથા વાયુસેનાએ પેશાવર તથા ક્વેટા ખાતે મોરચો સંભાળ્યો છે.
પાકિસ્તાની સેનાની કેટલીક ટુકડીઓ અફઘાનિસ્તાનની સરહદ પર પહોંચી ગઈ છે. બીજી બાજુ અફઘાનના તાલિબાન લડાકુ મીર અલી સીમા પર પહોંચી ચુક્યો છે. શનિવારે અફઘાનિસ્તાનની તાલિબાન સેનાએ પાકિસ્તાન સીમાની નજીક ફાયરિંગ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે તાલિબાનના લડાકુઓએ પાકિસ્તાનની બે ચોકીનો નાશ કર્યો છે. આ દરમિયાન કેટલાક સૈનિકો માર્યા ગયાની માહિતી પણ સામે આવી છે.
અલ ઝજીરાની માહિતી પ્રમાણે અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથે સંકળાયેલ ડુરંડ રેખાને નકારી દીધી છે. જે 19મી સદીમાં અંગ્રેજો દ્વારા નક્કી કરવામાં આવી હતી. તાલિબાન તેને સીમાની બન્ને બાજુ પશ્તૂનો વચ્ચે વિભાજનકારી રેખા તરીકે જુએ છે. તાજેતરમાં જ તાલિબાનના પ્રવક્તા ઈનાયતુલ્લા ખોવારાઝમીએ કહ્યું હતું કે અમે તેને પાકિસ્તાનનો વિસ્તાર માનતા નથી. ખોસ્ત અને પખ્તિયા પ્રાંત સાથે સંકળાયેલ સીમા પર આજે સવારથી જ ઝપાઝપી ચાલી રહી છે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
