<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર રાજકારણ કરે છે ખડગે અને રાહુલ ગાંધી :ભાજપનો પલટવાર

કેબિનેટના આ નિર્ણય અંગે કોંગ્રેસના ટોચના નેતૃત્વને જાણ કરી છતાં નિવેદનબાજી અટકવાનું નામ રહ્યા નથી.

નવી દિલ્હી :સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની યાદમાં દિલ્હીમાં એક સમાધિ બનાવવામાં આવશે. કેબિનેટના આ નિર્ણય અંગે કોંગ્રેસના ટોચના નેતૃત્વને જાણ કરવામાં આવી છે. તેમ છતા નિવેદનબાજી અટકવાનું નામ રહ્યા નથી.

શનિવારે અંતિમ સંસ્કાર બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે સરકારે નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરીને તેમનું અપમાન કર્યું છે. તેમણે તેને શીખ ધર્મ સાથે પણ જોડ્યું અને કહ્યું કે તે પહેલા શીખ વડાપ્રધાન છે. ત્યારબાદ ભાજપે એક પછી એક ઈતિહાસના ઘણા પાના ફેરવ્યા અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પરિવારે મનમોહન સિંહ જીવતા હતા ત્યારે પણ તેમને માન આપ્યું ન હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા કહે છે કે,તે ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના દુઃખદ અવસાન પછી પણ રાજનીતિ કરવાનું છોડી રહ્યાં નથી.

કોંગ્રેસે ડૉ.મનમોહન સિંહ જીવતા હતા ત્યારે તેમનું સન્માન કર્યું ન હતું, પરંતુ તેમના મૃત્યુ પછી તેઓ તેમના સન્માનના નામે રાજકારણ કરી રહ્યા છે. આ એ જ કોંગ્રેસ છે જેણે સોનિયા ગાંધીને પીએમ મનમોહન સિંહથી ઉપર મૂકીને પીએમ પદની ગરિમાને કલંકિત કરી હતી. તેમણે વટહુકમ ફાડીને પીએમ મનમોહન સિંહનું અપમાન કર્યું અને આજે એ જ રાહુલ ગાંધી રાજનીતિ કરી રહ્યા છે.

(9:29 PM IST)