News of Sunday, 29th December 2024
અયોધ્યા રામમંદિર ટ્રસ્ટના સભ્ય અને ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ ઓફિસર આચાર્ય કિશોર કુણાલ (ઉ.૭૪)નું બિહારના પટના ખાતે નિધન: આણંદ અને અમદાવાદમાં ફરજ બજાવી હતી

પટના (બિહાર): અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અને પૂર્વ આઈ પી કુણાલ કિશોર ન આજે સવારે કાર્ડિયાક અરેસ્ટ આવતા દુઃખદ અવસાન થયું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂર્વ મહાવીર મંદિર ટ્રસ્ટ સમિતિના સ્થાપક સચિવ આચાર્ય કિશોર કુણાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
કિશોર કુણાલનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૯૫૦ના રોજ થયો હતો. કિશોર કુણાલે પોતાનું શાળાકીય શિક્ષણ મુઝફ્ફરપુર જિલ્લાના બરુરાજ ગામમાંથી લીધુ હતું. તેઓ પટના યુનિવર્સિટીમાંથી ઈતિહાસ અને સંસ્કૃતમાં સ્નાતક થયા.
કિશોર કુણાલ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી બન્યા. તેઓ પટનામાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક તરીકે પણ તહેનાત હતા.
કિશોર કુણાલે ગૃહ મંત્રાલયમાં પણ પોતાની સેવા આપી હતી. ૧૯૭૨માં કુણાલ કિશોર ગુજરાત કેડરમાં આઇપીએસ અધિકારી બન્યા. તેમની પ્રથમ પોસ્ટિંગ આણંદમાં પોલીસ અધિક્ષક તરીકે થઈ હતી. ૧૯૭૮માં તેઓએ અમદાવાદના નાયબ પોલીસ કમિશનર તરીકે સેવાઓ આપી હતી.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
