News of Sunday, 29th December 2024
મનાલી ફરવા જવાનો પ્લાન કરતા હોય તો એકવાર વિચારી લેજો
હિમવર્ષાના લીધે રસ્તાઓ બંધ, વાહનોની લાંબી કતારોઃ સોશયલ મીડિયામાં વિડીયો વાયરલ

હિમાચલ પ્રદેશ: ઉત્તરભારતમાં હિમવર્ષાને કારણે ટુરિસ્ટનું પ્રમાણ વધ્યું છે અને એમાં પણ હિમાચલ પ્રદેશ કે કાશ્મીર હોટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. તો જો તમે પણ ફેમિલી વેકેશન કે પછી હનીમુન માટે શિમલા કે મનાલી જવાનું વિચારી રહ્યા હોવ તો જોઈ લો આ એક વિડીયો.
હમણાં જ થયેલી હિમવર્ષાને પગલે હિમાલયના વિસ્તારોમાં માણસોની ભીડ ઉમટી હતી. હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ હતા જે ખૂલતાં જ ટ્રાફિક ભીડ અને ધીમી વાહનોની હિલચાલ માનલીમાં જોવા મળી હતી. આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાહનોની લાંબી લાઇન લાગી છે, જેના કારણે માનવજીવન પણ ખોરવાયુ છે.
ભારે હિમવર્ષાને કારણે સમગ્ર હિમાચલ પ્રદેશ ઉપરાંત કાશ્મીરમાં પણ તાપમાનના ભારે ઘટફૉ નોંધાયો છે. કાશ્મીરમાં તાપમાન માઈનસ 12/13 ડિગ્રી ગયું હતું. ભારે હિમવર્ષાને પગલે ટ્રાફિકમાં વધારો થતાં જો તમે પણ ત્યાં જવાનો પ્લાન કરી રહ્યા છો તો એકવાર વિચારી લે જો
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
