News of Sunday, 29th December 2024
દુનિયામાં એવા ઘણા દેશો જ્યાં સરકાર લોકોને ટેક્સ ચૂકવવો પડતો નથી
આ દેશોમાં કોર્પોરેટ કંપનીઓને પણ ટેક્સ આપવો પડતો નથી: જો લોકો ટેક્સ ભરતા નહીં હોય, તો દેશ કેવી રીતે ચાલતો હશે: જાણો આ દેશો કયા કયા છે અને તેની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે

નવી દિલ્હી :દુનિયામાં એવા ઘણા દેશો છે, જ્યાં ટેક્સ ચૂકવવો પડતો નથી. તેનો અર્થ એ કે જેટલું કમાઓ એ બધું તમારું સરકાર ટેક્સ કાપતી નથી. આ દેશોમાં કોર્પોરેટ કંપનીઓને પણ ટેક્સ આપવો પડતો નથી.
હવે સવાલ એ ઉભો થાય કે, જો લોકો ટેક્સ ભરતા નહીં હોય, તો દેશ કેવી રીતે ચાલતો હશે. ત્યારે જાણો આ દેશો કયા કયા છે અને તેની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે,
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દેશો આવક માટે પર્યટનને વધારે સમર્થન આપે છે. જ્યારે આ દેશોમાંથી પર્યટકો પાછા ફરે છે, ત્યારે તેમની પાસેથી રિટર્ન ટેક્સ પણ વસૂલવામાં આવે છે.
વર્ષ 2024ના ટોપ ટેક્સ ફ્રી દેશોનું લિસ્ટ બહાર આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, આ દેશોમાં લોકો તેમની મહેનતની કમાણીનો લગભગ તમામ હિસ્સો પોતાની પાસે રાખી શકે છે અને ટેક્સ ફ્રી જીવન જીવી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, આ 9 દેશોમાં તમારી કમાણી પર કોઈ ટેક્સ લાગતો નથી. સંયુક્ત આરબ અમીરાત, બહામાસ, કતાર, વનુઆતુ, બહેરીન, સોમાલિયા, બ્રુનેઈ, બહેરીનનું નામ આ યાદીમાં છે.
ટેક્સ લાદવાનો નિર્ણય અઘરો છે. સરકારો તેમની નાણાકીય જરૂરિયાતો અને આર્થિક વિચારધારાઓના આધારે આ સિસ્ટમનો અમલ કરે છે.
મોટા પ્રમાણમાં તેલ ભંડાર ધરાવતા દેશો તેમના નાગરિકો પર સીધો કર લગાવવાથી બચી શકે છે. આ દેશો તેમની અર્થવ્યવસ્થા ટકાવી રાખવા માટે તેલ અને ગેસની નિકાસમાંથી થતી આવક પર નિર્ભર રહી શકે છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
