<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

આગામી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ભારત રત્ન આપવાનો નિર્ણય લેવાય

સરદાર પટેલથી લઈને પ્રણવ મુખર્જી અને નરસિંહ રાવની વિરાસત પર ભાજપે પોતાનો દાવો રજૂ કરશે

નવીદિલ્હી: રાજનીતિમાં પ્રતીક અને પ્રતીક ચિન્હો નું ખાસ મહત્વ હોય છે. ભાજપ તેને ખૂબજ સારી રીતે સમજે છે. આ કારણે જ તેઓ ચૂંટણી વાળા રાજ્યોમાં સતત પ્રતીકોને અપનાવતી રહી છે. એટલું જ નહીં, આ પ્રતિકોનું રાજનીતિક મહત્વ અને તાકાતને સમજતા ભાજપ સતત કોંગ્રેસ પાસેથી તેમના પ્રતિક ચિન્હોને પણ છીનવી રહી છે. સરદાર પટેલથી લઈને પ્રણવ મુખર્જી અને નરસિંહ રાવની વિરાસત પર ભાજપે પોતાનો દાવો રજૂ કરતા, તેને કોંગ્રેસ પાસેથી છીનવી લેવાનો કર્યો છે.  આવો જ પ્રયાસ ભાજપ હવે બ્રાન્ડ મનમોહન  સિંહને લઈને પણ કરતી જોવા મળી છે. તેને દિલ્હી, પંજાબથી લઈને કામકાજી અને ભણેલા- ગણેલા મધ્યમ વર્ગ પર થનાર પ્રભાવને જોતા ભાજપ બ્રાંડ મનમોહન સિંહ પર આવનારા દિવસોમાં દાવો રજૂ કરી શકે છે. તેને માટે તેઓ ડૉ. મનમોહનસિંહ ને આવનારા સમયમાં ભારત રત્નથી પણ સન્માનિત કરી શકે છે.

      વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સ્વયં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ઘેર જઈને તેમના અંતિમ દર્શન કર્યા- શ્રદ્ધાંજલિ આપી, એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર .મોદીએ એક દાખલો કાયમ કરવા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પોતાની સરકારની શ્રદ્ધાંજલિ આપવાને માટે શુક્રવારે બપોરે કેબિનેટની બેઠક બોલાવી, જ્યાં ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા તેમના સમ્માનમાં બે મિનિટનુ મૌન રાખ્યું. એવું  જણાવવામાં આવી રહ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટની આ બેઠકમાં જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ભારત રત્ન આપવાનો નિર્ણય કરવામાં આવનારો હતો, પરંતુ અંત સમયમાં તેનું એલાન નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, આવનાર દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. એટલું જ નહીં મોદી સરકારે યમુના કિનારે શાંતિવન વિસ્તારમાં કોઈ દિવંગત નેતાને માટે નવું સ્મારક બનાવવાના નિર્ણય પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, મનમોહન સિંહના સ્મૃર્તિ સ્થળ માટે ત્યાં જગ્યા આપી શકાય છે. પુર્વમાં મોદી સરકારે નરસિંહ રાવ અને પ્રણવ મુખર્જીને પણ ભારત રત્ન આપ્યો છે, ત્યાર પછી ભાજપ સતત કોંગ્રેસ પર હુમલો કરતી રહી છે કે, કોંગ્રેસે પોતાના નેતાઓને ભારત રત્ન નથી આપ્યો, જ્યારે ભાજપે કોંગ્રેસ નેતાઓને તેમની યોગ્યતાના આધાર પર કોઈપણ જાતના ભેદભાવ વગર ભારત રત્ન આપ્યો છે. હવે એવું પણ બને કે ડૉ. મનમોહન સિંહને ભારત રત્ન આપવાનો નિર્ણય એવા સમયે નિર્ણય લેવાય જ્યારે દિલ્હીની ચૂંટણી અને આગામી પંજાબમાં થનારી ચૂંટણી સમયે લેવાય, જેનો લાભ લેવાનો પ્રયાસ કરે, તેમાં કંઈ ખોટું પણ નથી.

  

(11:47 PM IST)