<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

નદીઓમાં હવે ઝેરીલા પદાર્થોને શોધવા સરળ બનશે

પાણીમાં ઉછરી રહેલા જીવ,માછલી અને અન્ય જીવોને નુકસાનથી બચાવી શકાશે

અલીગઢ: નદીઓમાં ઝેરીલા પદાર્થો અને કેન્સર યુક્ત તત્વોના સંશોધનને એએમયુના રસાયણ વિભાગે સરળ અને સસ્તું બનાવ્યું છે. એએમયુ ના એસોસિયેટ પ્રોફેસર અને તેમની ટીમે એવું કમ્પાઉન્ડ શોધ્યું છે, જેનાથી ઓછા ખર્ચમાં નદીઓના પાણીમાં હાનિકારક તત્વોને સરળતાથી ઓળખી શકાશે. પ્રોફેસરે આ કમ્પાઉન્ડને ચાર્જ ટ્રાન્સફર કૉમ્પ્લેક્સ નામ આપ્યું છે. એએમયુ રસાયણ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. ઈશાંત મોહમ્મદ ખાનને ઉત્તર પ્રદેશ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજથી નદીઓમાં હાલ હયાત હાનિકારક તત્વ, ઝેરીલા પદાર્થ અને કેન્સર યુક્ત તત્વોની શોધને માટે પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પહેલા એએમયુના રસાયણ વિભાગને કેટલીક વિશ્વવિદ્યાલય દ્વારા તપાસ કરવા પછી આપ્યો. જેનું કુલ બજેટ રૂ.૧૭ લાખ પુરૂં પાડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ઇન્ચાર્જ એસોસિએટ પ્રોફેસર મોહમ્મદ ખાને જણાવ્યું કે તેમની ટીમે કમ્પાઉન્ડને શોધી કાઢ્યું છે. આ કમ્પાઉન્ડથી સરળતાથી ઝેરીલા તત્વોની ઓળખ કરી શકાય છે. કમ્પાઉન્ડને ચાર્જ ટ્રાન્સફર કૉમ્પ્લેક્સ નામ આપવામાં આવ્યું છે. નમામિ ગંગે યોજનાની જેમ ફક્ત ગંગાજ નહીં અન્ય નદીઓને પણ સ્વચ્છ કરવા પર કામ ચાલી રહ્યું છે.નદીયોમાં નાળાનુ સાફ પાણી પડે તેને માટે એસટીપી પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે. એવામાં આ એસટીપી પ્લાન્ટથી પડી રહેલા પાણીમાં હાનિકારક તત્વો તો નહીં. જેનાથી પાણીમાં ઉછરી રહેલા જીવ,માછલી અને અન્ય જીવોને નુકસાનથી બચાવી શકાશે. વિભાગ દ્વારા સમય સમય પર શોધ પત્ર પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. ફાઈનલ રિપોર્ટ યુપીડીએસટી ને મોકલવામાં આવશે.


 

(12:21 AM IST)