<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

પુત્રને બદલે ત્રીજી પુત્રીને જન્‍મ આપનારી પત્‍નિને પતિએ પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દીધી

માનવસમાજને કલંક લગાવનારી ઘટના

પરભણી, તા.૩૦: વિશ્વ એકવીસમી સદીમાં પહોંચ્‍યું છે અને આપણે બે દિવસ બાદ નવા વર્ષ ૨૦૨૫માં પ્રવેશ કરવાના છીએ ત્‍યારે પરભણીમાં માનસમાજને કલંક લગાવનારી, પતિએ પત્‍નીને જીવતી સળગાવવાની ઘટના બની હતી. પરભણીમાં કુંડલિક કાળેની પત્‍ની મેનાએ ત્રીજી પુત્રીને જન્‍મ આપ્‍યો હતો એટલે ગુરુવારે રાતે તેણે પત્‍ની પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આગની જ્‍વાળામાં લપેટાયેલી મેના કાળે જીવ બચાવવા ઘરની બહાર દોડી આવતાં આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ૧૦૦ ટકા દાઝી જતાં તે મળત્‍યુ પામી હતી. આ મામલામાં પોલીસે મહિલાના પતિ કુંડલિક કાળેની ધરપકડ કરી હતી. આથી તેમની ત્રણેય બાળકી રઝળી પડી છે.

(9:49 AM IST)