News of Monday, 30th December 2024
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વધુ એક એકટરનું નિધન : હોટેલમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

તિરુવનંતપુરમ, તા.૩૦: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વધુ એક જાણીતા અભિનેતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની શંકા છે. મલયાલમ ફિલ્મ અને ટીવી અભિનેતા દિલીપ શંકર ૨૯ ડિસેમ્બરની સવારે તેમના હોટલના રૂમમાં મળત હાલતમાં મળી આવ્યા હતા. આ સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઆ હોબાળો મચી ગયો છે. દિલીપ શંકરનો મળતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો અને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. દિલીપ શંકરે આત્મહત્યા કરી છે કે કુદરતી મળત્યુ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
મીડિયા અહેવાલો અનુસાર, દિલીપ શંકરનો મળતદેહ તિરુવનંતપુરમની એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. તે ટીવી શો ર્ીંપંચગનર્ીીંનું શૂટિંગ કરી રહે હતા અને આ માટે તે છેલ્લા કેટલાક દિવસોથી આ જ હોટલમાં રોકાયા હતા. દિલીપનું મળત્યુ ત્યારે થયું જ્યારે હોટલના કર્મચારીઓએ રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાનું નોંધ્યું હતું
જણાવવામાં આવી રહ્યું છે કે દિલીપ શંકર છેલ્લા કેટલાક દિવસોથી હોટલના રૂમમાંથી બહાર આવ્યા ન હતા. કોઈએ તેમને બહાર આવતા જોયા નહોતા. જોકે દિલીપ શંકરનું મળત્યુ કેવી રીતે થયું તે હજુ સુધી જાણી શકાયું નથી અને ઘટનાસ્થળેથી પણ સુસાઈડ નોટ જેવું કંઈ પોલીસને મળ્યું નથી.
દિલીપ શંકરના આકસ્મિક અવસાનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે અને ચાહકો પણ આઘાતમાં છે. પોલીસ હવે તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દિલીપ શંકરનું મળત્યુ કેવી રીતે થયું.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
