<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

સોશિયલ મીડિયા પર હંગામા બાદ કારમેલ પોપકોર્ન GST પર યુ-ટર્ન : ૫% ચાલુ રહેશે

નવી દિલ્‍હી, તા.૩૦:  GST કાઉન્‍સિલની બેઠક બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થઈ રહયો છે. પોપકોર્ન પર લાદવામાં આવેલા જીએસટી સામે યુઝર્સ સતત વિરોધ કરી રહયા છે. અહીંના હોબાળા બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે.

 સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયા બાદ સરકારે સ્‍પષ્ટ કર્યું છે કે સિનેમા ઘરોમાં વેચાતા પોપકોર્ન પર રેસ્‍ટોરન્‍ટની જેમ ૫ ટકાના દરે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (જીએસટી) લાગવાનું ચાલુ રહેશે.  GSTકાઉન્‍સિલની ૫૫મી બેઠકમાં પોપકોર્ન પરના GST અંગે સ્‍પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું હતું કે પોપકોર્ન પર ત્રણ રીતે ટેક્‍સ લાગશે.

કારામેલાઈઝ્‍ડ ખાંડ સાથે પોપકોર્ન પર ૧૮ ટકા GST

GST  હેઠળ, મીઠું અને મસાલા સાથેના પોપકોર્નને નમકીન તરીકે વર્ગીકળત કરવામાં આવે છે અને તેના પર પાંચ ટકા ટેક્‍સ લાગે છે. જ્‍યારે તે પેકેજ્‍ડ અને લેબલ દ્વારા વેચવામાં આવે છે, ત્‍યારે દર ૫ ટકાથી ૧૨ ટકા સુધી વધે છે. ખાંડના સ્‍વાદવાળા પોપકોર્ન પર જીએસટી દર વધીને ૧૮ ટકા થયો છે. તેથી, કારામેલાઈઝ્‍ડ ખાંડવાળા પોપકોર્ન પર ૧૮ ટકાના દરે GST લાગુ થાય છે.

(11:21 AM IST)