<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

બિહારમાં કડકડતી ઠંડીમાં યુવાનો પર વોટર કેનનનો ઉપયોગ અને લાઠીચાર્જ કરવો અમાનવીય: પ્રિયંકા ગાંધી

પરીક્ષામાં ભ્રષ્ટાચાર, ગોટાળા અને પેપર લીક અટકાવવાને બદલે વિદ્યાર્થીઓને અવાજ ઉઠાવતા અટકાવવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી :  કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, 'બિહારમાં ત્રણ દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. પરીક્ષામાં ભ્રષ્ટાચાર, ગોટાળા અને પેપર લીક અટકાવવાનું કામ સરકારનું છે, પરંતુ ભ્રષ્ટાચાર રોકવાના બદલે વિદ્યાર્થીઓને અવાજ ઉઠાવતા અટકાવવામાં આવી રહ્યા છે. આ તીવ્ર ઠંડીમાં યુવાનો પર વોટર કેનનનો ઉપયોગ અને લાઠીચાર્જ કરવો અમાનવીય છે. ભાજપનું ડબલ એન્જિન યુવાનો પર બેવડા અત્યાચારનું પ્રતિક બની ગયું છે.

(1:22 PM IST)