<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

મહાકુંભ રામલલાના દર્શન કરવા અયોધ્‍યામાં ઉમટશે ૩ કરોડ ભાવિકો

અયોધ્‍યાઃ તા. ૩૦ : રામનગરી અયોધ્‍યામાં આગામી જાન્‍યુઆરી માસથી મહાકુંભનો પ્રારંભ થનાર છે. એક અનુમાન મુજબ પ્રયાગરાજ આવનાર કરોડો લોકો અયોધ્‍યા રામલલાના દર્શન કરશે. જે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અયોધ્‍યા નગર નીગમ મુજબ ૧૩ જાન્‍યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધીમાં  લગભગ ૨.૫ કરોડ ભાવિકો દર્શન માટે ઉમટવાની સંભાવના છે. પ્રયાગરાજ આવનાર ભાવિકોમાંથી ૧૦ ટકા રામલલાના દર્શન કરવા અયોધ્‍યા જાય તેવી ધારણા છે.

(1:39 PM IST)