News of Monday, 30th December 2024
ભારતનો ભૂંડો પરાજય
રાહુલ ૦... કોહલી પ... રોહિત ૯...: ધુરંધરો એ નાક કપાવ્યું : ચોથા ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને ૧૮૪ રને હરાવ્યું: કાંગારૂઓને ર-૧ની સરસાઇઃ ભારતીય બેટસમેનોની કંગાળ રમત ફલોપ શોઃ પરાજય બાદ હવે ભારત કઇ રીતે WTC ફાઇનલમાં પહોંચશે?

નવી દિલ્હીઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફના ચોથા ટેસ્ટમાં ભારતનો ભુંડો પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે ૩૪૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ટીમ ઈન્ડિયા ૧૫૫ રનમાંજ ખખડી ગઇ હતી. યશસ્વી જયસ્વાલ સિવાયના સ્ટાર બેટરો ફલોપ ગયાં હતાં.
લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાને બેક ટુ બેક ૩ વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે બાજી સંભાળી લેતાં ટીમ ઈન્ડિયાનો રકાસ અટકાવ્યો. ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો પંતના સ્વરૂપમાં લાગ્યો. ઋષભ પંત હેડની બોલિંગમાં મિચેલ માર્શને કેચ આપી બેઠો હતો. તે ૩૦ રન કરીને આઉટ થઈ ગયો હતો. તેના પછી રવીન્દ્ર જાડેજા મેદાને આવ્યો હતો. જે બોલાન્ડની બોલિંગમાં ૨ રન કરીને જ કેચ આપી બેઠો હતો. જ્યારે તેના પછી પહેલી ઈનિંગનો સ્ટાર નીતિશ રેડ્ડી મેદાને આવ્યો હતો જે લિયોનની બોલિંગમાં ૧ રન કરીને આઉટ થઈ ગયો હતો. જેના પછી ટીમ ઈન્ડિયાની આખરી ઉમ્મીદ સમાન જયસ્વાલ પણ ૮૪ રને આઉટ થઈ જતાં સદી ચૂકી ગયો હતો.
ત્યારબાદ આકાશ દીપ પણ બોલાંડની બોલિંગ વખતે હેડને કેચ આપી બેઠો હતો. જેના લીધે ટીમ ઇન્ડિયાને આઠમો ઝટકો લાગ્યો હતો. ત્યારપછી બેક ટુ બેક બુમરાહ પણ બોલાંડની બોલિંગમાં સ્મિથને સ્લિપમાં કેચ આપી બેઠો. જેના લીધે ટીમ ઈન્ડિયાને નવમો ઝટકો લાગ્યો. ત્યારબાદ સિરાજ પણ લિયોનનો શિકાર થતાં ટીમ ઈન્ડિયા ૧૫૫ રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ ૨૩૪ રન પર સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી જસઙ્ઘીત બુમરાહે બીજી ઇનિંગમાં ૫ વિકેટ ઝડપી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ તેના પ્રથમ દાવમાં ૩૬૯ રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ ૧૧૪ રનનું યોગદાન આપ્યું હતું. આ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૪૭૪ રનમાં સમેટાઈ ગઈ હતી. એટલે કે પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને ૧૦૫ રનની લીડ મળી હતી.
લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ રહી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે નવા બોલ પર મોટા શોટ મારવાનો ઙ્કયાસ કર્યો ન હતો. પરિણામે ભારતે ૧૬ ઓવરમાં માત્ર ૨૫ રન બનાવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે રોહિત જ્યારે મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ હતી. રોહિત (૯)ને પેટ કમિન્સે મિશેલ માર્શના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ચાર બોલ બાદ કમિન્સે કેએલ રાહુલને પણ પ્રથમ સ્લિપમાં ઉસ્માન ખ્વાજા દ્વારા કેચ આઉટ કરાવ્યો. રાહુલ ખાતું પણ ખોલાવી શકયો ન હતો. ત્યારબાદ વિરાટ કોહલી પણ ૫ રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર ખ્વાજાના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીની જૂની નબળાઈએ આ ઈનિંગમાં પણ તેનો પીછો છોડ્યો નહીં અને તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થઈ ગયો હતો.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
