<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

બદરીનાથ-કેદારનાથમાં બે ફુટ બરફના થર જામ્‍યા

હિમાચલ અને કાશ્‍મીરમાં પણ હીમવર્ષાને લીધે જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

શિમલા, તા.૩૦: શુક્રવાર રાતથી શરૂ થયેલા સ્‍નોફોલના સેકન્‍ડ રાઉન્‍ડને લીધે કેદારનાથ અને બદરીનાથમાં બે ફુટ જેટલો બરફ જામી ગયો છે. આ સિવાય ઉત્તરાખંડના ચમોલી અને રૂદ્રપ્રયાગ જિલ્લામાં ઘણી જગ્‍યાએ બરફવર્ષાને લીધે જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું છે. આવી જ હાલત હિમાચલ પ્રદેશ અને કાશ્‍મીરમાં પણ છે. આ બન્ને રાજયોમાં પણ હીમવર્ષાને કારણે ખાસ કરીને ફસાઈ ગયેલા ટૂરિસ્‍ટો હેરાન થઈ ગયા છે. અત્‍યારે સૌથી વધારે ગિરદી શિમલા અને મનાલીમાં છે. હિમાચલમાં તો ૨૦૦થી વધારે રોડ બરફવર્ષાને લીધે બંધ થઈ ગયા હતા, જેમાંથી અમુક ગઈ કાલે શરૂ કરવામાં આવ્‍યા હતા. કાશ્‍મીરનું એરપોર્ટ અને હાઇવે ગઈ કાલે શરૂ કરી દેવામાં આવ્‍યાં હતાં.(

(4:29 PM IST)