<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

વૈષ્‍ણોદેવી રોપવે વિવાદઃ છઠ્ઠા દિવસે પણ કતરા બંધ

અટકાયત કરેલ લોકોને નહીં છોડાય તો ભાજપા ધારાસભ્‍ય ઉતરશે ભૂખ હડતાલ પર

જમ્‍મુ તા. ૩૦: વૈષ્‍ણોદેવીમાં પ્રસ્‍તાવિત રોપવેના વિરોધમાં આજે સતત છઠ્ઠા દિવસે કતરામાં બધું બંધ રહેવાથી યાત્રામાં જોડાનારાઓની સંખ્‍યા ઘટી હતી. સામાન્‍ય રીતે ડીસેમ્‍બરના અંતિમ સપ્‍તાહમાં અહીં રોજના પ૦ હજાર શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ મામલો હવે એટલો આગળ વધી ગયો છે કે વૈષ્‍ણોદેવી બેઠકના ભાજપા ધારાસભ્‍યએ પણ ભૂખ હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી છે. તો કતરા પહોંચેલા નાયબ મુખ્‍યમંત્રી સુરેન્‍દ્ર ચૌધરીએ જાહેરાત કરી છે કે રોજી રોટી પર લાત મારનારી કોઇપણ પરિયોજનાનો તેઓ પણ વિરોધ કરે છે.

વૈષ્‍ણોદેવી તીર્થયાત્રાના બેઝકેમ્‍પ કતરામાં રોપવે વિરોધી પ્રદર્શન ઉગ્ર બની ગયું છે. સ્‍થાનિક ભાજપા ધારાસભ્‍યએ ધરપકડ કરાયેલ પ્રદર્શનકારીઓને છોડવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર બેસવાની ધમકી આપી છે. પ્રદેશ કોંગ્રેસના ચાલી રહેલ હડતાલમાં સામેલ થવા કૂચ કરી પણ પોલીસે તેમને દોમેલમાં રોકી લીધા. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વાર છે કે પક્ષના નેતાઓને કતરા જવાની પરવાનગી નથી અપાઇ.

ત્રિકુટા પર્વતોમાં પ્રસ્‍તાપિત રોપવે પરિયોજનાના વિરોધમાં આજે પણ પવિત્ર હિંદુ તીર્થનગરી બંધ રહી હતી. ભાજપા ધારાસભ્‍ય બલદેવ રાજે પ્રદર્શનકારીઓનું સમર્થન કરતા ધમકી આપી કે જો કસ્‍ટડીમાં લેવાયેલ લોકોને ર૪ કલાકમાં નહીં છોડવામાં આવે તો તે ભૂખ હડતાલ પર બેસશે. કતરાના લોકો દ્વારા દેખાડાયેલ એકતાના વખાણ કરતા તેમણે કહ્યું કે કતરાના લોકએ એ સાબિત કરી દીધું છે કે આ લડાઇમાં એક સાથે છીએ. હું આ વિરોધ પ્રદર્શનને ટેકો આપવા બદલ યુવાનો અને મહિલાઓને અભિનંદન આપું છું.

તેમણે કહ્યું કે ભાજપાએ આ મુદ્દાને કેન્‍દ્રીય ગૃહપ્રધાન શાહ અને અન્‍ય નેતાઓ સમક્ષ ઉઠાવ્‍યો છે. તેમણે કહ્યું કે અમારા પ્રતિનિધી દિલ્‍હી ગયા છે અને ગૃહમંત્રીએ આ મુદ્દાની નોંધ લીધી છે. નેતાગીરીને આ મુદ્દાનું સન્‍માન શોધવા કહેવાયું છે, એટલે હું અહીં તમારી સાથે છું.

કતરાના હોટેલ્‍સ અને રેસ્‍ટોરન્‍ટ એસોસીએશન પ્રમુખ રાકેશ વઝરીે જણાવેલ કે, ૧ જાન્‍યુઆરીથી કોઇ નવા બુકીંગ નહીં લેવામાં આવે. રોપ-વેના વિરોધમાં રપ મીથી બંધનું શસ્‍ત્ર સ્‍થાનીકો દ્વારા ઉગાવવામાં આવ્‍યું હતું.

(4:43 PM IST)