News of Monday, 30th December 2024
અદાણી ગ્રુપનો મોટો નિર્ણય: વિલ્મર કંપનીનો તેનો 44 % હિસ્સો વેચશે : વેચાણ 2 તબક્કામાં પૂર્ણ થશે.
પ્રથમ તબક્કામાં, અદાણી ગ્રુપ તેનો હિસ્સો વિલ્મર ઈન્ટરનેશનલની સંપૂર્ણ માલિકીની કંપની Lence Pte Lteને વેચશે.

મુંબઈ : અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે અદાણી વિલ્મર શેરમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે અદાણી ગ્રુપ અદાણી વિલ્મર લિમિટેડમાં તેનો હિસ્સો વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે આ બાબતને પણ મંજૂરી આપવામાં આવી હતી. એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે અદાણી વિલ્મર લિમિટેડમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. અદાણી ગ્રુપ તેનું વેચાણ બે તબક્કામાં પૂર્ણ કરશે. અદાણી વિલ્મરમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો કુલ હિસ્સો 44 ટકા છે.
પ્રથમ તબક્કામાં, અદાણી ગ્રુપ તેનો હિસ્સો વિલ્મર ઈન્ટરનેશનલની સંપૂર્ણ માલિકીની કંપની Lence Pte Lteને વેચશે. આંશિક વેચાણ પબ્લિક શેર હોલ્ડિંગના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
કંપનીએ એક્સ્ચેન્જને જણાવ્યું છે કે 30 ડિસેમ્બરે હસ્તાક્ષર કરાયેલા સોદા મુજબ, Lence Pte Lte અદાણી વિલ્મરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની અદાણી કોમોડિટી LLP (ACL) નો 31.06 ટકા હિસ્સો ખરીદશે. આ ટ્રાન્સફર કોલ અથવા પુટ ઓપ્શન મિકેનિઝમ દ્વારા કરવામાં આવશે. 13 ટકા હિસ્સાનું વેચાણ લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
સોમવારે બજાર બંધ થવાના સમયે અદાણી વિલ્મરના શેરની કિંમત BSEમાં રૂ. 329.50 ની સપાટીએ હતી. છેલ્લા બે વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 46 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ અદાણી એન્ટરપ્રાઈઝના શેર આજે 7 ટકા વધીને રૂ. 2593.45 ની સપાટીએ પહોંચ્યા હતા.
આ વેચાણ પૂર્ણ થયા બાદ અદાણી કોમોડિટી દ્વારા નોમિનેટ કરાયેલા ડિરેક્ટરોએ MMCG કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપવું પડશે. સાથે જ કંપનીનું નામ પણ બદલાશે. નવું નામ AWL એગ્રી બિઝનેસ લિમિટેડ, ફોર્ચ્યુન એગ્રી બિઝનેસ લિમિટેડ વગેરે હોઈ શકે છે. નામને મંત્રાલયની મંજૂરી પણ લેવી પડશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
