News of Monday, 30th December 2024
પીએમ ઇન્ટનૅશિપ યોજનામાં ૬.૨૧ લાખ અરજી મળી
પાંચ વર્ષોમાં ૫૦૦ કંપનીયોમાં એક કરોડ યુવાઓને ઈન્ટનૅશિપની તક:લગભગ ૪.૮૭ લાખ વ્યક્તિઓએ પોતાના કેવાયસી પૂરા કરી લીધા

નવીદિલ્હી: પીએમ ઇન્ટનૅશિપ યોજના હેઠળ ૧.૨૭ લાખ અવસરની સામે લગભગ ૬.૨૧ લાખ અરજી પ્રાપ્ત થઈ છે, પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના કેન્દ્રીય બજેટમાં જાહેર કરવામાં આવેલી આ યોજનાનું લક્ષ્ય પાંચ વર્ષોમાં ૫૦૦ કંપનીયોમાં એક કરોડ યુવાઓને ઈન્ટનૅશિપની તક પુરી પાડવાનો છે. તે
પૈકી લગભગ ૪.૮૭ લાખ વ્યક્તિઓએ પોતાના કેવાયસી પૂરા કરી લીધા છે અને પોર્ટલ પર પોતે નોંધણી કરાવી લીધી છે. આ યોજના હેઠળ પસંદ થયેલ દરેક વ્યક્તિને બાર મહિનાને માટે રૂ.૫૦૦૦ માસિક નાણાકીય સહાયતા અને રૂ.૬૦૦૦ નો એક વધારો (અનુદાન) આપવામાં આવશે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
