<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ટાટા મોટર્સના તમામ ઇલેક્ટ્રીક વાહન એક વાર ચાર્જ કર્યા પછી ૫૦૦ કિલોમીટર સુધી ચાલશે

વાહનની કિંમતમાં ઘટાડો, અને બેટરી વધુ માઇલેજ આપે તે દિશામાં કામ: જાન્યુઆરીના મધ્ય સુધીમાં ઉત્પાદનમાં આવનારી સમસ્યાઓ દૂર થઈ જશે

મુંબઈ: ઈલેક્ટ્રીક યાત્રી વાહન બજારની અગ્રણી કંપની ટાટા મોટર્સ એ ઈલેક્ટ્રીક વાહન (ઈવી) બજારમાં વધતી હરીફાઈને પહોંચી વળવાને માટે રેન્જ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપનીએ કહ્યું છે કે તેઓના તમામ નવા ઇલેક્ટ્રીક વાહન એકવાર ચાર્જ કર્યા પછી ઓછામાં ઓછા ૫૦૦ કિલોમીટર સુધી ચાલવાને માટે સમર્થ રહેશે. સામાન્ય રીતે દેશમાં વેચાતા દરેક બે ઇલેક્ટ્રીક વાહનોમાંથી એક ટાટા મોટર્સનું હોય છે. ટાટા મોટર્સ પૈસેન્જર વ્હિકલ્સ તેમજ ટાટા પૈસેન્જર ઇલેક્ટ્રીક મોબિલિટીના વ્યવસ્થાપક શૈલેશ ચંદ્રાએ કહ્યું કે, અમે વાહનની કિંમતમાં ઘટાડો, અને બેટરી વધુ માઇલેજ આપે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.

જાન્યુઆરીના મધ્ય સુધીમાં ઉત્પાદનમાં આવનારી સમસ્યાઓ દૂર થઈ જશે.

   મુંબઈના એક વિશલેષકે કહ્યું કે, નેક્સન અને કર્વ હાલ એકબીજાના હરીફ રહ્યા છે. અમને આશા છે કે, વર્ષ-૨૦૨૫ માં વેચાણમાં ૩-૪ ટકાનો ઘટાડો થશે, પરંતુ ત્યાર પછી આવનાર બે વર્ષો દરમિયાન વેચાણમાં પાંચ ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન છે. તેઓએ કહ્યું કે, ટાટા મોટર્સે પેટ્રોલ- ડીઝલ અને ઈલેક્ટ્રીક વાહન (ઈવી) બંને શ્રેણીઓ પર ધ્યાન આપવાની જરૂરત છે.

(11:05 PM IST)