News of Monday, 30th December 2024
સુરત ખાતે અપ અને ડાઉન મેઈન લાઈનો પર બ્લોક: પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થશે: જાણો યાદી .
મુંબઈ અને અન્ય રાજ્યો અને ગુજરાત વચ્ચે ચાલતી ટ્રેનોને થશે અસર

મુંબઈ : સેન્ટ્રલ ડિવિઝનના સુરત યાર્ડ ખાતે પોઇન્ટ નંબર 172નું બ્લોક શિફ્ટિંગ મંગળવાર અને ગુરુવાર, 31 ડિસેમ્બર, 2024 અને 02 જાન્યુઆરી, 2025 ના રોજ હાથ ધરવામાં આવશે, તેવી માહિતી રેલવેએ આપી છે. આ કામને લીધે અપ અને ડાઉન મેઈન લાઈનો પર બ્લોક લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોમાં મુંબઈ અને અન્ય રાજ્યો અને ગુજરાત વચ્ચે ચાલતી ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનો વડોદરા ડિવિઝનમાં નિયમન કરવામાં આવશે, તેમ પણ રેલવેએ જણાવ્યું હતું.
31 ડિસેમ્બર, 2024 ના રોજ થનારી ટ્રેનો:
- ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 02 કલાક 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 02 કલાક 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22497 શ્રી ગંગાનગર-તિરુચિરાપલ્લી હમસફર એક્સપ્રેસ 02 કલાક 10 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22664 જોધપુર-તંબરમ સુપરફાસ્ટ એક્સપ્રેસ 02 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલ 01 કલાક 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22195 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 કલાક 20 મિનિટ માટે રગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
જાન્યુઆરી, 2025 ના રોજ રેગ્યુલેટ થનારી ટ્રેનો:- - ટ્રેન નંબર 22475 હિસાર-કોઈમ્બતુર એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 09002 ભિવાની-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12912 હરિદ્વાર-વલસાડ એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. મુસાફરો કૃપા કરીને નોંધ લો કે…
- 31 ડિસેમ્બર, 2024 ના રોજ, ટ્રેન નંબર 19255 સુરત-મહુવા એક્સપ્રેસ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી ઉપડશે.
- 31 ડિસેમ્બર, 2024 અને 01 જાન્યુઆરી, 2025ના રોજ, ટ્રેન નંબર 09079 સુરત-વડોદરા મેમુ સ્પેશિયલ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી ઉપડશે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
