<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

ગુલાબનાં ભજિયાં ખાધાં છે ?

નવી દિલ્‍હી, તા.૩૧: પીણાં, મીઠાઈ કે ડિઝર્ટ્‌સમાં રોઝ ફલેવર બહુ હિટ છે; પણ તાજેતરમાં સોશ્‍યલ મીડિયા પર ગુલાબના પકોડાનો વિડિયો વાઇરલ થયો છે. મેંદાના બેટરમાં ગુલાબને બોળીને એને તેલમાં તળી લેવામાં આવે છે. એ પછી દાંડીથી છૂટાં પાડીને ગુલાબનાં ભજિયાં સર્વ કરવામાં આવે છે. એક કન્‍યા તળાઈને કડક થઈ ગયેલા પકોડા ખાઈ પણ રહી છે. ફૂડી જંક્‍શન નામના ફૂડ-વ્‍લોગરે આ વિડિયો શૅર કર્યો છે, પણ આ રોઝ ભજિયાં કોના ભેજાની પેદાશ છે એ ક્‍લિયર નથી કર્યું. સોશ્‍યલ મીડિયામાં આ વિડિયો ફરતાની સાથે લોકોએ નવી મૂવમેન્‍ટ શરૂ કરી છે કે હવે ગુલાબને ન્‍યાય અપાવો.(

(9:50 AM IST)