<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

ચોર ટોળકીનો દાવ થઇ ગયો : ચોર ભૂલથી ATMને બદલે બઠાવી ગયા પાસબુક પ્રિન્‍ટીંગ મશીન

રેવાડી, તા. ૩૧ :  તમે એ કહેવત તો સાંભળી જ હશે કે, ૅખાયા પિયા કુછ નહીં, ગ્‍લાસ તોડા બારહ આનૉ મતલબ કે મહેનત કર્યા પછી ખબર પડે કે એ મહેનત ના અંતે નુકસાન કરીને બેઠા ને બધી મહેનત ગઈ પાણીમાં. આ કહેવતને સાર્થક કરતો એક હરિયાણાનો કિસ્‍સો સામે આવ્‍યો છે જેમાં પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો લોકો પણ ચોરના કામ પર પ્રશ્‍ન કરવા લાગ્‍યા.

હરિયાણાના રેવાડી જિલ્લામાં એક જગ્‍યાએ લોકોએ એટીએમ મશીન તૂટેલી હાલતમાં જોઈને પોલીસને જણાવ્‍યું અને પોલીસ આવીને સીસીટીવી ફૂટેજ ચેક કર્યું તો ખબર પડી કે જે ચોર એટીએમ ચોરવા આવેલા એ ભૂલથી પાસબુક પ્રિન્‍ટિંગ મશીનને એટીએમ સમજીને ઉઠાવી ગયા, આ જોઈને લોકો બોલી ઉઠયા કે ઁકોઈ આવી ભૂલ તો કેવી રીતે કરી શકે ભાઈ?ઁ

હરિયાણાના રેવાડી જિલ્લામાં એક સ્‍થાનિક બેંકમાં ચોરી કરવા ગયેલા ચોર પોતે શરમજનક સ્‍થિતિમાં મુકાયા છે. આ ઘટના શનિવારે રાતે કોસલી ગામમાં થઈ જ્‍યાં ચોર સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઈન્‍ડિયામાં રૂપિયા અને કીમતી સમાન ચોરી કરવા ગયા અને મૂર્ખામી કરી બેઠા. ચોરી કરવા ગયેલા લોકો રોકડા ને બદલે કાગળ, પ્રિન્‍ટર અને બેટરી જેવી વસ્‍તુઓ ઉઠાવી ગયા અને હેડ ત્‍યારે થઈ જ્‍યારે તેઓ પાસબુક પ્રિન્‍ટિંગ મશીન ઉઠાવી ગયા.

ચોર બારી તોડીને બેન્‍કમાં પ્રવેશ્‍યા હતા, તેમણે સ્‍ટ્રોંગ રૂમ તોડવાનો પ્રયત્‍ન કર્યો પણ તેઓ અસફળ રહ્યા, નિરાશ થઈને તેમણે સીસીટીવી બંધ કરીને પ્રિન્‍ટર, બેટરી અને ડીવીઆર ઉઠાવી લીધું. બીજા દિવસે જ્‍યારે ચોરી વિશે ખબર પડી ત્‍યારે તેમણે પોલીસને બોલાવી અને સીસીટીવી ફૂટેજના આધારે જાણ થઈ કે ચોરો એટીએમ સમજીને પાસબુક પ્રિન્‍ટિંગ મશીન ઉઠાવી ગયા છે.

મોટી ચોરી ન હોવા છતાં ચોરીના આ અજીબોગરીબ કિસ્‍સાથી પોલીસ અને લોકો બંને ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયા પર આ મામલો વાયરલ થતાં જ યુઝર્સે કોમેન્‍ટ્‍સ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્‍યું. ઁકોઈ આટલું ખોટું કેવી રીતે હોઈ શકે ભાઈઁ અન્‍ય યુઝરે લખ્‍યું... ચોર કા મોયે મોયે હો ગયાઁ તો એક યુઝરે લખ્‍યું કયા ચોર બનેગા રે તુ .

(4:35 PM IST)