News of Tuesday, 31st December 2024
યમન સેનાનો ઈઝરાયેલ પર મોટો હુમલો : એરપોર્ટ અને પાવર સ્ટેશન પર મિસાઈલ છોડવામાં આવી
ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે મિસાઈલ ઈઝરાયેલની એરસ્પેસમાં પ્રવેશ કરે તે પહેલા તેને તોડી પાડવામાં આવી હતી

નવી દિલ્હી, તા.૩૧: મધ્ય પૂર્વમાં ઘણા મોરચા પર યુદ્ધના પ્રકોપ વચ્ચે યમનની સેનાએ ઈઝરાયેલના એરપોર્ટ અને પવાલ સ્ટેશન પર હુમલો કર્યો છે. જો કે ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ યમનમાંથી છોડેલી મિસાઈલને તોડી પાડી છે.ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે મિસાઈલ ઈઝરાયેલની એરસ્પેસમાં પ્રવેશ કરે તે પહેલા તેને તોડી પાડવામાં આવી હતી. ઇઝરાયેલના સરકારી પ્રસારણકર્તા KANએ પણ એક વિડિયો જાહેર કર્યો છે, જેમાં જેરુસલેમ નજીક બીટ શેમેશમાં મિસાઇલનો કાટમાળ જોઇ શકાય છે. કહેવામાં આવી રહયું છે કે આ હુમલા બાદ તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પરથી ટેકઓફ અને લેન્ડિંગ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
