News of Tuesday, 31st December 2024
ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા કરાયુ નવા વર્ષનું સ્વાગત :ઓકલેન્ડમાં શાનદાર આતિશબાજી
ભારત પહેલા ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને મ્યાનમાર નવા વર્ષની ઉજવણી : વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કિરીબાતી ટાપુથી શરૂ થાય છે

નવી દિલ્હી : વર્ષ 2024 પૂરું થઈ રહ્યું છે અને નવું વર્ષ 2025 શરૂ થવા જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વ નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. નવા વર્ષની શરૂઆત વિશ્વના પૂર્વ ખૂણાથી થશે. સમગ્ર વિશ્વમાં લોકો આ વર્ષની છેલ્લી સાંજની ઉજવણીમાં સામેલ થવા માટે તૈયાર છે.
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં સૌથી પહેલા નવું વર્ષ 2025નો પ્રારંભ થયો છે. ઓકલેન્ડમાં લોકોએ ફટાકડા ફોડીને નવા વર્ષની ઉજવણી કરી હતી. ભારત પહેલા ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને મ્યાનમાર નવા વર્ષની ઉજવણી કરશે. ત્યારબાદ બાંગ્લાદેશ અને નેપાળનો નંબર આવશે.
નવા વર્ષનું સૌપ્રથમ સ્વાગત કરનારા દેશોમાં કિરીબાતી, સમોઆ અને ટોંગા છે, જ્યાં ભારતીય સમય અનુસાર 31 ડિસેમ્બરે બપોરે 3:30 વાગ્યે નવું વર્ષનો પ્રારંભ થાય છે. આ પછી ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત કરાયું છે.
ભારતમાં વર્ષ 2025 શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. જુદા જુદા ટાઈમ ઝોનને કારણે જુદા જુદા દેશો જુદા જુદા સમયે નવા વર્ષનું સ્વાગત કરશે. વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કિરીબાતી ટાપુથી શરૂ થાય છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
