News of Wednesday, 1st January 2025
જીંદગીનો જંગ હારી 'ચેતના':બોરવેલમાંથી 10 દિવસ બાદ બહાર કાઢવામાં આવી: ડોક્ટરોએ મૃત જાહેર કરી
દસ દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ ત્રણ વર્ષની ચેતનાને બહાર કાઢવામાં આવી

રાજસ્થાનના કોટપુતલીમાં 23 ડિસેમ્બરે ત્રણ વર્ષની ચેતના બોરવેલમાં પડી ગઈ હતી. દસ દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ 1 જાન્યુઆરીએ તેને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે.
રાજસ્થાનના અલવરના કોટપુતલીમાં ફસાયેલી ત્રણ વર્ષની ચેતનાને આખરે દસમા દિવસે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. બાળકીને 170 ફૂટ ઊંડી સુરંગમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ડોક્ટરે ત્રણ વર્ષની બાળકી ચેતનાને મૃત જાહેર કરી છે અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. કોટપુતલીની બીડીએમ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
