<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

ગર્લ્સ હોસ્ટેલના બાથરૃમમાં કેમેરાથી વીડિયો રેકોર્ડ કરવાના આરોપ

તેલંગાણામાં વિદ્યાર્થિનીઓનો વિરોધઃવિદ્યાર્થિનીઓ તરફથી ફરિયાદ મળી હતી કે કોઈએ શૌચાલયની બારીમાંથી વીડિયો બનાવ્યો છે તરત જ પોલીસને જાણ કરી

હૈદરાબાદ, તા.૨

તેલંગાણાના મેડચલમાં CMR ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં ગર્લ્સ હોસ્ટેલના બાથરૃમમાં કેમેરાથી વીડિયો રેકોર્ડ કરવાના આરોપો બાદ તણાવ વધી ગયો છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે છેલ્લા ૩ મહિનામાં લગભગ ૩૦૦ ખાનગી વીડિયો બનાવવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે હોસ્ટેલના કુકિંગ સ્ટાફે ગુપ્ત રીતે વોશરૃમમાં કેમેરા લગાવીને વિદ્યાર્થિનીઓનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ પછી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો અને 'અમે ન્યાય જોઈએ'ના નારા લગાવ્યા.પોલીસે કહ્યું કે આ મામલે કેસ નોંધવામાં આવશે અને મામલાની તપાસ કરવામાં આવશે. CMR ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ડિરેક્ટર જંગા રેડ્ડીઅ ગર્લ્સ હોસ્ટેલના શૌચાલયમાં લાગેલા કથિત કેમેરા વિશે જણાવ્યું હતું કે અમને ગઈ કાલે વિદ્યાર્થિનીઓ તરફથી ફરિયાદ મળી હતી, કોઈએ શૌચાલયની બારીમાંથી વીડિયો બનાવ્યો છે. અમે તરત જ પોલીસને જાણ કરી અને અમે પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને અમે આ મામલે આંતરિક તપાસ પણ કરી રહ્યા છીએ. આની પાછળ જે પણ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રીનિવાસ રેડ્ડીએ મીડિયાને જણાવ્યું કે અમે તેમની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. તેમને હોસ્ટેલના ૫ કર્મચારીઓની સંડોવણીની શંકા છે. અમે શૌચાલયની બારી પર મળેલા ફિંગરપ્રિન્ટની ચકાસણી કરી રહ્યા છીએ. તેણે કહ્યું, "અમે પહેલાથી જ ૫ શંકાસ્પદ લોકોના ફોન તપાસ્યા છે, પરંતુ કોઈ વીડિયો મળ્યો નથી. જો કે ફોનને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે કે કેમ તે જાણવા માટે કે કોઈ વીડિયો ડિલીટ કરવામાં આવ્યો હતો.

આ બાબતે વાત કરતા એક વિદ્યાર્થીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે અમારી પુત્રીએ અમને ફોન કર્યો હતો અને તે રડી રહી હતી. તેણે અમને વીડિયો વિશે જણાવ્યું. અમે અમારી દીકરીઓની સુરક્ષાની માંગ કરીએ છીએ. અમે અમારા બાળકો સાથે કંઈપણ ખોટું થતું જોઈ શકતા નથી. અમે અહીં મેનેજમેન્ટ સાથે વાત કરવા આવ્યા છીએ

(10:11 PM IST)