News of Friday, 3rd January 2025
પ્રોફેસરનો પાગલ પ્રેમ...
‘આઈ લાઈક યુ ડાર્લિંગ' ૬૨ વર્ષના પ્રોફેસરે અડધી ઉંમરની નર્સને કર્યુ પ્રપોઝ, પકડીને કિસ કરતાં હોબાળો

અમરોહ, તા.૩: પ્રેમનો રંગ ચઢે પછી પૂછવું છું, ન જોવે નાત-જાતે કે ઉંમર, મોટી ઉંમરના વ્યક્તિના એક તરફી પ્રેમમાં છેડતીનો એક કિસ્સો સામે આવ્યો છે. યુપીના અમરોહમાં ૬૨ વર્ષના ઉંમરના પ્રોફેસર તેમની કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી મહિલાના એક તરફી પ્રેમમાં પડી ગયા અને એક દિવસે તેઓ બેધડક મહિલાની ઓફિસમાં કેક લઈને પહોંચી ગયાં હતા અને બધાની સામે હિંમતભેર પ્રપોઝ કર્યું અને પછી કિસ કરવાના ઈરાદે તેને પકડી લીધી હતી. આ જોઈને યુવતી ગભરાઈ ગઈ હતી અને બૂમો પાડતાં બધા ભેગા થયાં હતા એટલામાં તો પ્રોફેસર સાહેબ ઊભી પૂંછડીયે ભાગ્યાં હતા. મહિલા આરોપી પ્રોફેસર સામે ફરિયાદ લખાવી છે.
લેબ આસિ. મહિલાના પ્રેમમાં પાગલ પ્રોફેસર મહિલાને વોટસ્એપ પર પણ મેસેજ મોકલતાં હતા જોકે મહિલા તેને માટે તૈયાર નહોતી. પ્રોફેસર પરાણે તેની પાછળ પડયાં હતા.
યુનિ.વાઈસ ચાન્સલેર જ્યારે પ્રોફેસરને પોતાની ઓફિસમાં બોલાવીને આ અંગે ઠપકો આપ્યો ત્યારે લુચ્ચો પ્રોફેસર બોલ્યો કે મને ગમે છે તેમાં ખોટું શું છે. ગમવાની વાત સાચી પણ પરંતુ સામેવાળાને તો ગમવું જોઈએને. ચાન્સેલર આરોપી પ્રોફેસરને બરખાસ્ત કરી દીધો છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
