<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

જજ સાહેબ! પત્‍નિ બોલે તો માથામાં હથોડા વાગે છે, તેની બક બકથી કંટાળી ગયો : છૂટાછેડા અપાવો

ભોપાલ, તા.૪: પતિ-પત્‍નિ વચ્‍ચેનો સંબંધ સાત જન્‍મોનો માનવામાં આવે છે. એક વાર સાત ફેરા લઈ લીધા તો આગામી સાત જન્‍મો સુધી બંનેના સંબંધ જોડાઈ જાય છે. પણ ઘણી વાર પતિ અને પત્‍નિ વચ્‍ચે સામંજસ્‍ય નથી બેસતું અને છૂટાછેડાનો વારો આવે છે. કોર્ટમાં અલગ અલગ ગ્રાઉન્‍ડ્‍સ પર કેટલાય કપલ છૂટાછેડા લેતા હોય છે. આ દરમ્‍યાન હવે ભોપાલમાં એક પતિએ અજીબોગરીબ ગ્રાઉન્‍ડ્‍સ પર છૂટાછેડા માગ્‍યા છે.

 યુવક ભોપાલમાં એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરે છે. જ્‍યારે તેની પત્‍ની બ્‍યુટી પાર્લર ચલાવે છે. લગ્નના થોડા સમય સુધી બધું બરાબર ચાલ્‍યું. પણ ધીમે ધીમે યુવક અને તેનો પરિવારને અનુભવ થયો કે પત્‍ની બહુ વધારે બોલે છે. તેના બોલવાની આદતથી લોકોને તકલીફ થાય છે.

સૌથી વધારે દીકરી હેરાન થાય છે તેણે પહેલા તેની પત્‍નીને ઓછું બોલવાનું કહયું પરંતુ જ્‍યારે મહિલા પર રોક-ટોક વધી ગઈ તો તે મહિલા તેના પતિનું ઘર છોડીને પિયર આવી ગઈ. મહિલા બે વર્ષથી તેના પિયરમાં રહે છે. યુવક છૂટાછેડા માંગે છે જ્‍યારે મહિલા લગ્ન તોડવા માંગતી નથી. આ બધામાં તેમના બાળકને સૌથી વધુ તકલીફ પડી રહી છે. આ બંને દીકરીને રાખવા માંગતા નથી. તેના કહેવા પ્રમાણે, તેના કારણે તે ફરીથી લગ્ન કરી શકશે નહીં.

યુવકનું કહેવું છે કે, તેની પત્‍નિ કહયા વિના દરેક વાતમાં સલાહ આપ્‍યા કરે છે. આ કારણે હવે તેને તેની પત્‍નીનો અવાજ પસંદ નથી અને તેથી તે સાથે રહેવા નથી માગતો.

શખ્‍સે પહેલા પોતાની પત્‍નીને ઓછું બોલવા કહ્‍યું કે, પણ રોકટોક વધારે થઈ ગઈ તો મહિલા પોતાના પતિનું ઘર છોડી પિયરમાં જતી રહી. બે વર્ષ સુધી પિયરમાં રહી. યુવકને છૂટાછેડા જોઈએ, જ્‍યારે મહિલા લગ્ન તોડવા નથી માગતી. આ બધામાં સૌથી વધારે તકલીફ તેમના બાળકોને થઈ રહી છે. કેમ કે બંને દીકરીને રાખવા નથી માગતા. તેમના અનુસાર, જો દીકરી હશે તો બંને બીજા લગ્ન કરી શકશે નહીં.

(9:49 AM IST)