ભારતમાં કોવિડ-૧૯ના કેસોમાં ફરી ઉછાળો : ૨૪ કલાકમાં ૬ મૃત્યુ : સક્રિય કેસો ૬,૧૩૩ પર પહોંચ્યા : કેરળ, મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત : નવા વેરિઅન્ટ્સ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 ના કારણે સંક્રમણમાં વૃદ્ધિ : કેન્દ્ર દ્વારા રાજ્યોને તબીબી પુરવઠાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના : વૃદ્ધો અને ગંભીર બિમારીવાળા દર્દીઓને સાવચેતી રાખવા અપીલ2:02 PM IST
અદાણીનો પગાર "નાનો" કે વ્યૂહાત્મક નિર્ણય? ₹૧૦.૪૧ કરોડના મહેનતાણાથી ઉદ્યોગ જગતમાં આશ્ચર્ય! : પોતાના જ CEO થી પણ પાછળ! : ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મેળવેલું મહેનતાણું મોટાભાગના દિગ્ગજો કરતાં ઓછું : શું આ ખર્ચ ઘટાડવાની નીતિનો ભાગ છે? જૂથના ટોચના અધિકારીઓનો પગાર અદાણી કરતાં અનેકગણો વધુ!12:03 PM IST
ઇઝરાયેલ દ્વારા ગાઝા પહોંચી રહેલી સહાયતા બોટને રોકવાની પ્રતિજ્ઞા : ગ્રેટા થનબર્ગ અને અન્ય કાર્યકર્તાઓ સવાર : માનવતાવાદી સંકટ વચ્ચે તણાવ વધ્યો : 'ફ્રીડમ ફ્લોટિલા કોએલિશન' દ્વારા સંચાલિત 'મેડલીન' ગાઝાના દરિયાકાંઠે પહોંચી રહી છે : ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી કાત્ઝે એ IDF ને રોકવાના આદેશ આપ્યા : કાર્યકર્તાઓને જોખમોની જાણ, પરંતુ પેલેસ્ટિનિયનોના જીવિત રહેવાના સંઘર્ષને પ્રાથમિકતા આપી11:50 PM IST
ગૌ રક્ષામાં સાથ આપનાર પાર્ટીને મત આપો :ગૌરક્ષાને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન : ગુજરૈલા ગામમાં સ્થિત મંગલધામ મંદિર ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ચોથા દિવસે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ હાજર તમામ લોકોને ગૌમાતાની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવી 11:25 PM IST
પશ્ચિમ આફ્રિકામાં અલ-કાયદા સંલગ્ન JNIM જૂથનો ભયાનક આતંક : ૬,૦૦૦ લડાકુઓ સાથે બુર્કિના ફાસો અને માલીના મુખ્ય શહેરો પર કબજો : બેનિનમાં સેના પર સૌથી ઘાતક હુમલો : આફ્રિકન સૈનિકોના અત્યાચારોને કારણે જૂથને નૈતિક સમર્થન મળ્યું : US ની પીછેહઠથી સુરક્ષા શૂન્યતા : ઘાના, સેનેગલ અને ગિની જેવા સ્થિર દેશોમાં પણ ખતરો ફેલાઈ રહ્યો હોવાની ભીતિ10:59 PM IST
ફ્લાઇટના મુસાફરોમાં પણ ચિનાબ બ્રિજ નિહાળવાનો જબરો ક્રેઝ : વિમાનોમાં થઈ રહ્યું છે ખાસ એનાઉસમેન્ટ : વિમાનના મુસાફરોમાં ચિનાબ પુલના ફોટા લેવા માટે ઉત્સુકતા :ફ્લાઇટના પાઇલટ્સ ખાસ જાહેરાતો કરે છે :વિમાનમાંથી બ્રિજ નિહાળી મુસાફરો સ્મિત કરે છે, તાળીઓ પાડે છે અને ભારતીય એન્જિનિયરિંગની તેજસ્વીતાની પ્રશંસા કરે છે.10:53 PM IST
ભારતીય વાયુસેનાને મળશે ₹૧૦,૦૦૦ કરોડના સ્વદેશી સ્પાય પ્લેન : 'I-STAR' પ્રોજેક્ટ હેઠળ આકાશમાં ભારતની નવી આંખો : દુશ્મનના ઠેકાણાં પર સચોટ પ્રહાર કરવાની ક્ષમતામાં વધારો : DRDO દ્વારા વિકસિત અત્યાધુનિક સેન્સર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ સાથે ત્રણ વિમાનો સજ્જ કરાશે : 'ઓપરેશન સિંદૂર' વચ્ચે સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવને મંજૂરી મળવાની શક્યતા : ભારત બનશે દુર્લભ હવાઈ સર્વેલન્સ ક્ષમતા ધરાવતો દેશ10:50 PM IST
એલોન મસ્ક અને ટ્રમ્પના સમર્થક ડેવિડ બેસેન્ટ વચ્ચે ટ્રમ્પની હાજરીમાં શારીરિક ઝપાઝપી: ટ્રમ્પે મસ્કને ગણાવ્યા ‘ડ્રગીસ્ટ’: વિવાદ વકરતો જાય છે : ટ્રમ્પ કહે છે એલોન પાગલ થઈ ગયો છે, તે ખૂબ ઉદાસ અને નિરાશ રહે છે: ભૂતકાળમાં મસ્કની ઘણી મદદ કરી હતી, પરંતુ હવે મસ્ક માત્ર પોતાના હિતોની જ ચિંતા કરે છે10:36 PM IST
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ૧૧ જૂને અદિયાલા જેલમાંથી મુક્ત થવાની શક્યતા : PTI અધ્યક્ષ ગોહર અલી ખાનનો દાવો : અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં જામીન મળવાની અપેક્ષા : ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં રૂ. ૧૯૦૦ કરોડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં સજા સ્થગિત કરવાની અરજીઓ પર સુનાવણી : બુશરા બીબીને પણ ખોટા આરોપો હેઠળ અટકાયતમાં રાખવાનો આરોપ : PTI સરકાર વિરુદ્ધ વિરોધ અભિયાન શરૂ કરશે10:10 PM IST
અમિતભાઈ શાહનો દાવો - વર્ષ ૨૦૨૬માં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં NDA ની સરકાર બનશે : DMK ના ભ્રષ્ટ શાસનનો અંત આવશે અને ભાજપ-અન્નાદ્રમુક ગઠબંધન સત્તા પર આવશે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મદુરાઈને 'પરિવર્તનનું શહેર' ગણાવ્યું : DMK સરકાર પર ભ્રષ્ટાચાર અને ૨૦૨૧ના ચૂંટણી વચનો પૂરા ન કરવાનો આક્ષેપ : મીનાક્ષી મંદિરમાં પૂજા અર્ચના બાદ કાર્યકર્તા સંમેલનમાં સંબોધન10:05 PM IST
પ્રેમિકાએ લગ્ન માટે દબાણ કર્યું, બોયફ્રેન્ડે પતાવી દીધી : એક ભૂલ અને આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો: જાણો સમગ્ર ઘટનાક્રમ : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પ્રેમીએ તેના બે મિત્રોની મદદથી તેની પ્રેમિકાની હત્યા કરી મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો :પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીએ તેનું મોબાઇલ લોકેશન પણ બદલી નાખ્યું પરંતુ એક ભૂલને કારણે તે પકડાઈ ગયો.9:17 PM IST
બાંગ્લાદેશના 'દૌલતદિયા બ્રોથેલ વિલેજ'ના ભયાનક દ્રશ્યો : જ્યાં ૧,૫૦૦ થી વધુ મહિલાઓ અને યુવતીઓ, જેમાં મોટાભાગની માનવ તસ્કરીનો ભોગ બનેલી, દરરોજ ૩,૦૦૦ થી વધુ પુરુષોની માંગ પૂરી કરવા ₹૨ જેટલી નજીવી કિંમતે મજબૂર છે : બાળપણમાં ગેંગ દ્વારા અપહરણ : પોતાના પરિવાર દ્વારા વેચાણ અને બોયફ્રેન્ડ-દલાલો દ્વારા છેતરાયેલી લાખો પીડિતોનું નરક : 'ઋણ' ચૂકવાય નહીં ત્યાં સુધી આજીવન શારીરિક અને માનસિક યાતના : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા તાત્કાલિક કાર્યવાહીની અપીલ9:04 PM IST
આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઉત્તરાખંડના અગ્રીમ વિસ્તારોની મુલાકાત લીધી :કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું : સેના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઉત્તરાખંડના ગઢવાલના આગળના વિસ્તારોની મુલાકાત લીધી અને તૈનાત સૈનિકોનું સન્માન કર્યું:જ્યોતિર્મઠમાં પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 'આઇબેક્સ તરાના 88.4 એફએમ'નું ઉદ્ઘાટન કર્યું,8:49 PM IST
"આ વખતે કોરોનાથી પણ ખરાબ હશે" : ચીનને લઈને અમેરિકી નિષ્ણાતની ટ્રમ્પને ચોંકાવનારી ચેતવણી : ઝેરી ફૂગની તસ્કરીનો મામલો ગરમાયો : અમેરિકાના ટોચના ચીન નિષ્ણાત ગોર્ડન ચાંગે ચીન પર 'એગ્રો-આતંકવાદ' નો આરોપ લગાવ્યો : ચેતવણી આપી કે જો યુએસ સાવચેતી નહીં રાખે તો કોવિડ કરતાં પણ મોટા ખતરાનો સામનો કરવો પડી શકે છે5:56 PM IST
રશિયા-ચીન મિત્રતા પોકળ ? રશિયન જાસૂસી સંસ્થા એફએસબી ચીનને 'દુશ્મન' માની રહ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો : બેઇજિંગ રશિયન વૈજ્ઞાનિકો અને જાસૂસોને લલચાવીને તેમની પાસેથી સૈન્ય ગુપ્ત માહિતીઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે:લશ્કરી અને ટેકનિકલ ગુપ્ત માહિતીઓની ચોરી કરાવવા માટે રશિયન જાસૂસો અને અસંતુષ્ટ વૈજ્ઞાનિકોની ભરતી કરવાનો ચીન પ્રયાસ કરી રહ્યું છે3:41 PM IST
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ગેરરીતિ/હેરાફેરીના આરોપ પર ઔપચારિક રીતે લખીને ફરિયાદ કરવા કહ્યું : લેખિત ફરિયાદ વિના જવાબ નહીં મળે : EC ના સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ ૧૫ મેની બેઠકમાં હાજરી આપી ન હતી : કોંગ્રેસ નેતાએ EVM હેરાફેરી અને 'મેચ-ફિક્સિંગ' ના આરોપો લગાવ્યા : EC એ CCTV ફૂટેજ સાર્વજનિક કરવાની માંગ ફગાવી3:25 PM IST
બેંગલુરુ સ્ટેડિયમ નાસભાગ : પોલીસની ચેતવણી છતાં RCBએ સન્માન સમારોહ યોજ્યો : ૧૧ના મોત : રાજકીય ઘમાસાણ તેજ : વિધાનસૌધા ખાતે સન્માન સમારોહ સામે સિનિયર પોલીસ અધિકારીએ સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી હતી : ભાજપ અને જેડી(એસ) દ્વારા કોંગ્રેસ સરકાર પર આક્ષેપો : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી12:34 PM IST
'દેશદ્રોહી' ગગનસિંહને ISI દ્વારા જાસૂસી માટે લાખો રૂપિયા ચુકવાતા હતા :આર્મી બેઝ વિશે માહિતી શેર કરી હતી : તરનતારનમાં ધરપકડ કરાયેલા જાસૂસ ગગનદીપ સિંહની પૂછપરછમાં ખુલાસો :એક યુટ્યુબરે તેને ISI એજન્ટો સાથે પરિચય કરાવ્યો હતો. ગગન ઓપરેશન સિંદૂરમાં નિષ્ફળ ગયો હતો અને તેને ISI તરફથી 6.5 લાખ રૂપિયા મળ્યા હતા.7:55 PM IST
પાકિસ્તાનની પ્રજા દાણે-દાણે તરસી અને નેતા-સેનાના અફસરો વિદેશમાં 'શીશમહેલ' ચણી રહ્યા છે : દુબઈ પ્રોપર્ટી લીક્સમાં ભ્રષ્ટ નેતાઓની વૈભવી સંપત્તિનો પર્દાફાશ : પાકિસ્તાન અભૂતપૂર્વ આર્થિક સંકટમાં ઘેરાયેલું : વિદેશી દેવું ૧૩૩ અબજ ડૉલરને પાર : IMF ની સખત શરતો વચ્ચે ૧૦ કરોડ લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે, ત્યારે નેતાઓ-જનરલોની વિદેશી તિજોરીઓ છલકાઈ6:16 PM IST
અમેરિકન પિઝા બ્રાન્ડ લિટલ સીઝર્સ ભારતમાં કરશે એન્ટ્રી : દિલ્હી-NCRમાં ખુલશે પહેલું રેસ્ટોરન્ટ:66 વર્ષ જૂનો ઇતિહાસ : યુએસ સ્થિત લિટલ સીઝર્સ, વિશ્વની ત્રીજી સૌથી મોટી પિઝા ચેઇન, ભારતીય બજારમાં પ્રવેશ કરશે :લિટલ સીઝર્સ માટે 30મું બજાર હશે. લિટલ સીઝર્સ એ વિશ્વની સૌથી મોટી પરિવાર-માલિકીની પિઝા ચેઇન છે6:02 PM IST
મુંબઈની ૯૬ જોખમી ઇમારતો પર તોળાયો ખાલી કરાવવાનો ખતરો : ૨૪૦૦ પરિવારોને MHADA દ્વારા ₹૨૦,૦૦૦ માસિક ભાડું સહાય મળશે : વરસાદ પહેલા સંભવિત દુર્ઘટનાઓ ટાળવા MHADA નો નિર્ણય : ૧૮૪ રહેવાસીઓને નોટિસ અપાઈ : મોટાભાગના પરિવારોએ હજુ ઘર ખાલી કર્યા નથી : ટ્રાન્ઝિટ કેમ્પમાં મર્યાદિત સુવિધાને કારણે નાણાકીય સહાયનો વિકલ્પ6:00 PM IST
ભારતમાં ૧૨૪ વર્ષનો સૌથી વરસાદી મે મહિનો નોંધાયો : IMD એ ઐતિહાસિક ૫.૦ ઇંચ સરેરાંશ વરસાદની પુષ્ટિ કરી : હવામાન પેટર્નમાં મોટો ફેરફાર : દક્ષિણ-પૂર્વ ભારતમાં સમય પહેલા ચોમાસાના આગમનથી અસામાન્ય વરસાદ : મધ્ય ભારતમાં ૧૯૦૧ પછીનો સૌથી વધુ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ૨૦૦૧ પછીનો સૌથી વધુ મે મહિનાનો વરસાદ5:53 PM IST
IRCTC દ્વારા ૨ કરોડથી વધુ નકલી એકાઉન્ટ બંધ : આધાર લિંક નહીં કરનાર ખાતાઓ પર કડક કાર્યવાહીના સંકેત : તત્કાલ ટિકિટ બુકિંગમાં વધારાનો સમય મળશે : રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા IRCTC એ મુસાફરોને ઝડપથી આધાર કાર્ડ લિંક કરવા અપીલ કરી : AI આધારિત ટૂલ્સની મદદથી ગેરરીતિ અટકાવાઈ : ૧.૨ કરોડ જ વેરિફાઇડ એકાઉન્ટ5:43 PM IST
પાકિસ્તાનનો ભારતનાં આદમપુર એરબેઝ પર હુમલાનો દાવો ખોટો સાબિત : સેટેલાઇટ તસવીરો અને નિષ્ણાતોના વિશ્લેષણે ઇસ્લામાબાદના જૂઠાણાનો પર્દાફાશ કર્યો : ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાન દ્વારા વ્યાપક અપપ્રચાર અભિયાન, પરંતુ PM નરેન્દ્રભાઈ મોદીની આદમપુર મુલાકાતે અકબંધ S-400 સિસ્ટમ અને MiG-29 જેટ દર્શાવ્યા5:35 PM IST
રાસાયણિક ખાતરના ડિલર્સ પર કૃષિ વિભાગબી આકરી કાર્યવાહી :24 ખાતર વિક્રેતાઓના વેચાણ લાયસન્સ રદ્દ : જુઓ સંપુર્ણ યાદી : રાજયના 16 જિલ્લાામાં રાસાયણિક ખાતરનું વેચાણ કરનારા કુલ 57 ડિલર્સને ત્યાં તપાસ:કુલ 59 શો કોઝ નોટિસ પણ ઈશ્યુ : રુ. 177.77 લાખની કિંમતનો 1090.64 મેટ્રિક ટનનો રાસાયણિક ખાતરનો જથ્થો સીઝ 4:25 PM IST
ભોપાલ સહિત 13 એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થશે:AAI ની નવી યોજના ફ્લાઇટ્સને ઝડપી બનાવશે : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ભોપાલ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા યોજના બનાવી :એરલાઇન્સને એવા રૂટ પર ફ્લાઇટ્સ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરાશે જ્યાં હજુ સુધી કોઈ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ નથી.4:21 PM IST
લોસ એન્જલસમાં ઇમિગ્રેશન વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પનો દાવો - 'નેશનલ ગાર્ડે ઉત્તમ કામ કર્યું' : 'રેડિકલ લેફ્ટ' ના પ્રદર્શનોમાં માસ્ક પર પ્રતિબંધ : અમેરિકી રાષ્ટ્રપતિએ હિંસાને કાબૂમાં લેવા ફેડરલ દળો તૈનાત કર્યાનો દાવો કર્યો, પરંતુ લોસ એન્જલસના મેયરે શહેરમાં કોઈ તૈનાતી ન હોવાનું સ્પષ્ટ કર્યું : માસ્ક પહેરવા પર પણ પ્રતિબંધ લાદ્યો3:39 PM IST
ન્યૂ જર્સીમાં વિરાણી જ્વેલર્સમાં ત્રીજી વખત ફિલ્મી ઢબે લૂંટ : ધોળા દિવસે ₹૧૬ કરોડના દાગીના ઉઠાવી લૂંટારુઓ ફરાર : ભારતીય સમુદાયમાં ભયનો માહોલ : ઈસેલીન, ઓક ટ્રી રોડ પર આવેલા શોરૂમમાં ૪ સશસ્ત્ર લૂંટારુઓએ ગણતરીની મિનિટોમાં આંતક મચાવ્યો : ૨૦૨૨ અને ૨૦૨૩ પછી ત્રીજી ઘટના : પોલીસ તપાસમાં CCTV ફૂટેજ આધારે લૂંટારુઓને ઝડપવા કવાયત3:41 PM IST
સામાન ગુમ થવાના કેસમાં સ્પાઇસજેટને આંચકો : દિલ્હી રાજ્ય આયોગે મુસાફરને ₹૧.૫૦ લાખ માનસિક ત્રાસ અને ₹૫૦,૦૦૦ દાવો ખર્ચ ચૂકવવા આદેશ કર્યો : ચેક-ઇન બેગેજ સુરક્ષિત રીતે પહોંચાડવામાં નિષ્ફળતા બદલ સ્પાઇસજેટ જવાબદાર ઠર્યું : ૨૦૧૩ના કેસમાં ૧૧ વર્ષ બાદ ગ્રાહકને ન્યાય મળ્યો : એરલાઇનની અપીલ ફગાવી દેવાઈ3:10 PM IST
ભારતની આઝાદી કોઈ એક વ્યક્તિનું પરિણામ નથી, સામૂહિક પ્રયાસોનું ફળ છે : RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન : નાગપુરમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં શ્રી ભાગવતે ૧૮૫૭ના વિદ્રોહથી શરૂ થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામ પર ભાર મૂક્યો : પહેલગામ હુમલાની નિંદા કરી : રાજકીય પક્ષોને એકતા જાળવી રાખવા અનુરોધ કર્યો3:05 PM IST
ન્યાયાધીશ યશવંત વર્મા સામે સંસદમાં મહાભિયોગનો ખતરો : સરકાર હટાવવા માટે પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં : રાજીનામું જ એકમાત્ર વિકલ્પ! : અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશના નિવાસસ્થાનેથી કરોડોની રોકડ મળી આવ્યા બાદ મામલો ગરમાયો : પૂર્વ CJI સંજીવ ખન્નાનો રિપોર્ટ અને ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ હેઠળ કાર્યવાહીની શક્યતા2:59 PM IST
ઓટો ઉદ્યોગ દ્વારા ચીનથી રેર અર્થ મેગ્નેટની આયાત માટે મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવા કેન્દ્ર સરકારને અપીલ : EV અને અન્ય ક્ષેત્રો માટે નિર્ણાયક પુરવઠાની અછતનો ભય : ચીન દ્વારા ૪ એપ્રિલથી વિશેષ નિકાસ લાયસન્સ ફરજિયાત કરાયા બાદ વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપ : મારુતિ સુઝુકીએ ઉત્પાદન સ્થગિત કર્યું : નિષ્ણાતોએ EV ઉદ્યોગ પર મોંઘવારી અને ઉત્પાદન વિક્ષેપની શક્યતા વ્યક્ત કરી2:37 PM IST
લીલાવતી ટ્રસ્ટ દ્વારા HDFC બેંકના CEO પર ૨૫ કરોડના ગેરવહીવટનો ગંભીર આરોપ : RBI ને સસ્પેન્ડ કરવાની અપીલ : બેંકે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા : ટ્રસ્ટે ૮ લોકો સામે ફરિયાદ નોંધાવી : મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટે FIR દાખલ કરવાનો નિર્દેશ આપ્યો : HDFC બેંકે કહ્યું- 'બેઈમાન વ્યક્તિ દ્વારા MD અને CEO ને નિશાન બનાવાયા છે' : કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી2:14 PM IST
૯૦% સુધી વાછરડીઓ પેદા થવાની ગેરંટી : વૈજ્ઞાનિકોએ સેક્સ-સોર્ટેડ સિમેન ટેકનોલોજી વિકસાવી : પશુપાલકોની આવક વધારવામાં મદદ મળશે : ઉત્તરાખંડના પંતનગર સ્થિત જી.બી. પંત કૃષિ અને પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ સ્વદેશી પદ્ધતિ દ્વારા વાછરડી જન્મની સંભાવના ૯૦% સુધી વધારી : ઓછી ખર્ચાળ પદ્ધતિ પણ વિકસાવી : પેટન્ટ પણ મળ્યું2:11 PM IST
બેંગ્લુરૂ નાસભાગમાં જીવ ગુમાવનારા દીકરાની કબર પર પિતા ભાંગી પડયા: પિતાએ કહ્યું કે, 'મારા પુત્ર સાથે જે થયું તે કોઈની સાથે ન થવું જોઈએ : હું ક્યાંય જવા માંગતો નથી. હું પણ અહીં રહેવા માંગુ છું. કોઈ પણ પિતાને એવું સહન ન કરવું જોઈએ : એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થી ભૂમિક તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો.1:58 PM IST
સ્માર્ટફોન યુઝર્સ સાવધાન! Google Play Store પરથી ૨૨ 'ખતરનાક' ક્રિપ્ટો વોલેટ એપ્સ તાત્કાલિક ડિલીટ કરો : માલવેર દ્વારા રિકવરી ફ્રેઝ ચોરી કરી ક્રિપ્ટો સંપત્તિ જોખમમાં મુકાઈ : સાયબલ રિસર્ચ અને ઇન્ટેલિજન્સ લેબ્સ (CRIL) દ્વારા ચેતવણી : SushiSwap, PancakeSwap, Hyperliquid, Raydium જેવા લોકપ્રિય DeFi વોલેટ્સના યુઝર્સ નિશાન પર : આ એપ્સ તાત્કાલિક અનઇન્સ્ટોલ કરવા અને સુરક્ષા પગલાં લેવા અપીલ1:20 PM IST
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લોસ એન્જલસમાં ICE વિરોધી વિરોધ પ્રદર્શનો વચ્ચે ૨,૦૦૦ નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરાયા : કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ પર નિયંત્રણ મેળવાયું : ઇમિગ્રેશન રેડ્સ બાદ શહેરમાં વધતા તણાવ વચ્ચે ફેડરલ એજન્ટો અને પ્રદર્શનકારીઓ વચ્ચે બીજા દિવસે પણ અથડામણ : ટ્રમ્પે કેલિફોર્નિયાના અધિકારીઓની ટીકા કરી : સ્થાનિક સત્તાવાળાઓ નિષ્ફળ જશે તો ફેડરલ હસ્તક્ષેપની ધમકી આપી1:07 PM IST
ક્રિકેટર રિન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજની લખનઉમાં ભવ્ય સગાઈ : અંગુઠીઓની કિંમત જાણીને ચોંકી જશો! : સેન્ટ્રમ હોટેલમાં યોજાયેલા શાહી સમારોહમાં VVIP મહેમાનોની હાજરી : પ્રિયાએ કોલકાતાથી લાખોની રિંગ મંગાવી, રિન્કુની રિંગ પણ એટલી જ કિંમતી : વેજ મેનુ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા આકર્ષણનું કેન્દ્ર12:43 PM IST
રેલવે યાત્રીઓ કૃપા કરીને ધ્યાન આપો! જૂનમાં અનેક ટ્રેનો રદ્દ : મુસાફરી પહેલાં ચેક કરો ટ્રેનનું સ્ટેટ્સ : મુસાફરોને અસુવિધા ટાળવા અપીલ : ભારતીય રેલવે દ્વારા વિકાસ કાર્યો અને નવી રેલ લાઇન ઉમેરવાને કારણે જૂન મહિનામાં અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે : મુસાફરોને NTES એપ, વેબસાઇટ અથવા હેલ્પલાઇન નંબર ૧૩૯ પર સ્ટેટસ ચેક કરવા સલાહ11:46 AM IST
"કોવિડ વેક્સિન ડિટોક્સ" એ દંભી દાવાઓનો દાવો : મેઘન મેકકેન દ્વારા પ્રચારિત 'ઝેરી રસી' નો ખ્યાલ 'વૈજ્ઞાનિક રીતે અમાન્ય' - નિષ્ણાતોએ ગણાવ્યો 'નૈતિક રીતે ખોટો અને નિંદનીય' નફાખોરીનો ધંધો! : રસી નિષ્ણાતોનો સ્પષ્ટ ખુલાસો: કોવિડ-19 રસીમાં રહેલો mRNA અથવા લિપિડ નેનોપાર્ટિકલ્સ શરીરમાં કાયમ રહેતા નથી અને ઝેરી પણ નથી – 'રસીના ભયમાંથી નફો કમાવવાનો' આ આખો ખ્યાલ ખોટી માહિતી પર આધારિત છે : દવા નિષ્ણાતોએ નિયમનકારી ખામીઓ પર પણ આંગળી ચીંધી12:17 AM IST
કાશ્મીરની પ્રથમ વંદે ભારતમાં ઐતિહાસિક જન્મદિવસની ઉજવણી : "વિશ્વના સૌથી ઊંચા પુલ પર કેક કાપીને ખુશ છું!" - વારાણસીના દંપતીએ પુત્રનો જન્મદિન યાદગાર બનાવ્યો :જુઓ વિડીયો : ઉદ્ઘાટનના એક દિવસ બાદ જ સામાન્ય લોકો માટે ખુલ્લી મુકાયેલી ટ્રેનમાં મોક્ષનો છઠ્ઠો જન્મદિવસ ઉજવાયો : PM મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું - "સપનું સાકાર થયું!"9:50 AM IST
રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળતા! રોહિત શર્માની સલાહ ન માનતા ચેતેશ્વર પુજારા વેસ્ટ ઇન્ડિઝમાં લૂંટાયો : 'ધ ડાયરી ઓફ અ ક્રિકેટર્સ વાઇફ'ના લોન્ચિંગમાં થયો સનસનીખેજ ખુલાસો! : શાકાહારી ભોજનની શોધમાં રાત્રે 11 વાગ્યે ત્રિનિદાદ અને ટોબેગોમાં બહાર ગયેલા પૂજારાને થયું ભારે નુકસાન : રોહિતે કહ્યું: "ક્યારેક તે હઠીલો બની શકે છે!"9:11 PM IST
મહારાષ્ટ્ર ચૂંટણીમાં 'મેચ-ફિક્સિંગ'ના આક્ષેપો પર રાજકીય ધમાસાણ તેજ : રાહુલ ગાંધીએ હવે ECI પાસેથી વોટર રોલ્સ અને CCTV ફૂટેજ જાહેર કરવાની માંગ કરી! : આ પહેલા ચૂંટણી પંચે રાહુલના દાવાઓને 'પાયાવિહોણા અને હાસ્યાસ્પદ' ગણાવ્યા હતા : પરંતુ રાહુલ 'સત્ય બોલવા' અને 'વિશ્વાસનીયતા બચાવવા' માટે અડગ : લોકશાહીના ભવિષ્ય પર કર્યા સવાલો9:15 PM IST
વૈશ્વિક સપ્લાય ચેઇન્સમાં ભારતનું 'અનિવાર્ય' કેન્દ્રસ્થાન! G7 ચર્ચાઓમાં ભારતનો સમાવેશ અનિવાર્ય : કેનેડાના PM માર્ક કાર્નીનું PM મોદીને આમંત્રણ આપવા પર મોટું નિવેદન : ખાલિસ્તાની અલગતાવાદીની હત્યાના આરોપોની તપાસ વચ્ચે પણ ભારતને G7નું આમંત્રણ : કેનેડાના PM માર્ક કાર્નીએ 'અન્ય G7 સભ્યો' સાથે વાત કર્યા બાદ મોદીને બોલાવ્યા હોવાનો ખુલાસો : નવા વડાપ્રધાનના આગમનથી તંગ સંબંધો સુધરવાની આશા જીવંત!9:31 PM IST
બેંગલુરુમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 25 લાખ રૂપિયા અપાશે : સીએમ સિદ્ધારમૈયાની જાહેરાત : બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભયંકર ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી અને ઘટનાની તપાસના આદેશ આપ્યા10:41 PM IST
આંધ્ર મૂળના 14 વર્ષીય ટેક વિઝાર્ડનો કમાલ : માત્ર 7 સેકન્ડમાં હૃદયરોગની નિશાનીઓ પારખતી AI એપ બનાવી : ઓછી કિંમતના પ્રોસ્થેટિક આર્મ બાદ વધુ એક સિદ્ધિ! : ફ્રિસ્કો, ટેક્સાસના સિદ્ધાર્થ નંદ્યાલાએ 'સર્કેડિયન AI' વિકસાવી, જે સ્માર્ટફોન માઇક્રોફોન દ્વારા હૃદયના અવાજોનું વિશ્લેષણ કરે છે : 19,000 દર્દીઓ પર 96% થી વધુ ચોકસાઈ સાથે સફળ ક્લિનિકલ ટ્રાયલ : મુખ્યમંત્રી નાયડુ અને પવન કલ્યાણ પણ પ્રભાવિત!9:33 PM IST
'મસ્કએ મોટી ભૂલ કરી છે', ટ્રમ્પ અને એલોન વચ્ચેના વિવાદ પર જેડી વેન્સનું નિવેદન: જાણો બીજું શું કહ્યું? : વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું કે એલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ્સ પોસ્ટ કરીને ભૂલ કરી રહ્યા છે. તેમણે મસ્કને એક ઉત્સાહી વ્યક્તિ ગણાવ્યા અને આશા વ્યક્ત કરી કે તે ટીમમાં પાછા આવશે. 11:06 PM IST
યુકેનું 'કાનૂનવિહીન' હોમ વુડ એસ્ટેટ : જ્યાં 'સારા પરિવારો'ને 'ભવિષ્યના ગુંડાઓ' સામે પોતાના બચાવ માટે છોડી દેવાયા છે : રહેવાસીઓ ફરિયાદ કરે છે કે 'અમને સડવા માટે છોડી દેવાયા છે'! : એક સમયે 'ચુસ્ત કારીગર વર્ગનો સમુદાય' કાનૂનવિહીન 'ઉજ્જડ પ્રદેશ' બન્યો : બ્રેડફોર્ડના 'હોમ વુડ'માં મોપેડ પર 'બાલાક્લાવા ગેંગ'નો આતંક : તૂટતી દુકાનો અને કચરાના ઢગ : પોલીસ કાર્યવાહી છતાં 'આશા વિનાના બાળકો'ની નવી પેઢી બેકાબુ!11:10 PM IST
મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ : ભાજપનું 'વિકસિત ભારત' વિઝન સાથે રાષ્ટ્રવ્યાપી સંવાદ અભિયાન શરૂ! : પાકિસ્તાન સામેના 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ મજબૂત બનેલા PM મોદીની છબી : ભાજપ અધ્યક્ષ નડ્ડાથી લઈને મુખ્યમંત્રીઓ અને સાંસદો સુધીના નેતાઓ જનતા સમક્ષ 'રિપોર્ટ કાર્ડ' રજૂ કરશે : 'આ તો ફક્ત શરૂઆત છે, વાસ્તવિક સફર હજુ બાકી છે'નો સંદેશ!11:12 PM IST
31 લાખનો 'રદ્દી' કાગળ : દિલ્હી એરપોર્ટ પર નકલી શેંગેન વિઝા કૌભાંડનો પર્દાફાશ : પંજાબથી ગુજરાત સુધી પોલીસની દોડાદોડી! : ઇટાલી જતા બે પંજાબી યુવાનોના નકલી વિઝા પકડાયા : 31 લાખમાં ખરીદેલો વિઝા કાગળનો ટુકડો બન્યો 'પસ્તી' : અમદાવાદની VFS ઓફિસથી ગુજરાતના એજન્ટ સુધી લંબાયા તાર : કુલ ત્રણ આરોપીઓની ધરપકડ!11:13 PM IST
સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેક્નોલોજીસના અધ્યક્ષ, જમ્મુ અને કાશ્મીરના ચેનાબ પુલના નિર્માણમાં 17 વર્ષ ગાળનાર IISc પ્રોફેસર માધવી લથા કોણ છે? : બેંગલુરુની IISc માં સિવિલ એન્જિનિયરિંગના આ પ્રોફેસર રોક એન્જિનિયરિંગમાં નિષ્ણાત હોઈ ઉત્તરી રેલ્વે અને ચેનાબ બ્રિજ પ્રોજેક્ટમાં ઢાળ સ્થિરીકરણ અને પુલના પાયાના સલાહકાર હતા 11:15 PM IST
ગ્રાહકો સાથેની 'ડાર્ક પેટર્ન' છેતરપિંડી પર કેન્દ્રનો સપાટો : ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને 3 મહિનામાં સેલ્ફ-ઓડિટનો કડક આદેશ! : સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) સક્રિય : ભ્રામક ડિઝાઇન, છુપાયેલા ખર્ચ અને સબ્સ્ક્રિપ્શન ફાંસો જેવા 'અન્યાયી વેપાર પ્રથાઓ' સામે લાલ આંખ : ડિજિટલ માર્કેટપ્લેસમાં પારદર્શિતા લાવવા સરકાર કટિબદ્ધ!11:16 PM IST
ભારતમાં GSTના 8 વર્ષ : 'એક રાષ્ટ્ર, એક કર'નું સ્વપ્ન સાકાર, પણ શું હવે 'આર્થિક ક્રાંતિ'ના બીજા તબક્કા માટે GST તૈયાર છે? : 1 જુલાઈ, 2017ના ઐતિહાસિક રોલઆઉટથી 'સહકારી સંઘવાદ' અને મહત્વાકાંક્ષી સુધારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું : દેશના પરોક્ષ કર લેન્ડસ્કેપમાં મૂળભૂત પરિવર્તન લાવનાર GST, હવે કરદાતાઓ માટે વધુ સરળતા અને કાર્યક્ષમતા માટે 'બીજી પેઢીના સુધારાઓ' તરફ ધ્યાન કેન્દ્રિત કરશે!11:18 PM IST
ભારતની દ્વિ-સ્તરીય તેલ વ્યૂહરચના : PM મોદીની મુલાકાત બાદ US પાસેથી ખનીજતેલની આયાત ડબલ, છતાં રશિયામાંથી ખરીદી યથાવત રાખી 'ઊર્જા સુરક્ષા' સાધી! : વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાનની મુલાકાત પછી યુનાઈટેડ સ્ટેટ્સમાંથી ભારતની ખનીજતેલ આયાત ફેબ્રુઆરીના 145 હજાર બેરલથી એપ્રિલમાં 337 હજાર બેરલ પ્રતિ દિવસ થઈ : જોકે US થી શિપમેન્ટમાં વધુ સમય લાગતો હોવાથી રિફાઇનર્સ અન્ય વિકલ્પો પણ ચકાસી ભારતની 'વૈશ્વિક ઊર્જા કૂટનીતિ'ને મજબૂત કરી રહ્યા છે11:19 PM IST
ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં નક્સલવાદના 'અભેદ્ય ગઢ' ભેદી 27 નક્સલને ઠાર કરનારા શૌર્યવાન અધિકારીઓને બિરદાવ્યા : ટોચના કમાન્ડર ગાગાન્નાનો ખાત્મો, ભારતને નક્સલમુક્ત કરવાની સરકારની કટિબદ્ધતા દોહરાવી! : છત્તીસગઢ પોલીસે 18 થી 21 મે દરમિયાન અબુજમદના દુર્ગમ આંતરિક વિસ્તારોમાં હાથ ધરેલા 'નિર્ણાયક ઓપરેશન'માં સીપીઆઈ (માઓવાદી)ના જનરલ સેક્રેટરી બાસવરાજુ ઉર્ફે ગાગાન્ના સહિત 27 નક્સલવાદીઓને ઠાર માર્યા11:22 PM IST
નવા ભારતનો નિર્ભેળ સંકલ્પ : PM મોદીની આતંકવાદ સામે 'સર્જિકલ સ્ટ્રાઈક' સમી કડક ચેતવણી - "કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ મળશે, આતંકવાદીઓ અને તેમને આશ્રય આપનારાઓ વચ્ચે કોઈ ભેદ નહીં!" : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના લેખને ટાંકીને PM મોદીએ પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ પ્રત્યે ભારતની 'શૂન્ય સહિષ્ણુતા'નો પુનરોચ્ચાર કર્યો : 'વાતચીત અને આતંકવાદ એકસાથે ન ચાલે' : વૈશ્વિક સમુદાયને આતંકવાદી નેટવર્ક્સને ધ્વસ્ત કરવા પાંચ માર્ગો સૂચવ્યા11:23 PM IST
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં પહોંચી: GRAP -1 પ્રતિબંધો લાગુ :આ કામો પર પ્રતિબંધ : દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને કારણે હવાની ગુણવત્તા બગડી:એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન લાગુ કર્યો:પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કાર્યવાહી કરાશે :બાંધકામના કામ પર પ્રતિબંધ11:34 PM IST
અબજોપતિ એલન મસ્કને રાષ્ટ્રપતિ ટ્રમ્પની સીધી ધમકી : "ભવિષ્યમાં ડેમોક્રેટ્સને ભંડોળ આપશો તો ભોગવશો અત્યંત ગંભીર પરિણામો!" - રિપબ્લિકન બિલને લઈ શરૂ થયેલો 'મહાભારત' વધુ ગરમાયો! : તાજેતરમાં રિપબ્લિકન ખર્ચ બિલને લઈ થયેલા કડવા વિભાજન બાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ટેસ્લા CEO એલન મસ્ક વચ્ચેનો 'રાજકીય જંગ' વધુ ઉગ્ર બન્યો : મસ્કે ટ્રમ્પની 2024ની જીત અને GOPની બહુમતીમાં પોતાના 'અબજો ડોલર'ના યોગદાનનો દાવો કરતા, ટ્રમ્પ ભડક્યા અને 'સર્વનાશક પરિણામો'ની ચીમકી આપી!11:35 PM IST
મહિલાઓના સૌથી ઘાતક બ્રેસ્ટ કેન્સરનો કાયમી ખાત્મો થશે? 2030 સુધીમાં રોગમુક્ત કરવા સક્ષમ 'બ્રેકથ્રુ વેક્સિન'ના પહેલા તબક્કામાં 75% મહિલાઓમાં 'અસાધારણ રોગપ્રતિકારક શક્તિ' જોવા મળી! : અનિક્ષા બાયોસાયન્સિસ અને ક્લીવલેન્ડ ક્લિનિક દ્વારા વિકસિત આ ક્રાંતિકારી વેક્સિન, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જે 'ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર' સહિતના રોગ સામે નવી આશા જગાડે છે : માત્ર ઇન્જેક્શન સાઇટ પર જ સામાન્ય બળતરા જેવી આડઅસર જોવા મળી11:38 PM IST
બેંગલુરુ નાસભાગ: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પીડિતો માટે વળતર વધારીને ₹25 લાખ કર્યું : શરૂઆતમાં, દરેક મૃતક માટે ₹10 લાખનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ લોકોના આક્રોશ બાદ, હવે વળતર ₹25 લાખ પ્રતિ પરિવાર કરવામાં આવ્યું છે: મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ :બેંગલુરુ નાસભાગમાં 11 લોકોના મોત અને 33 ઘાયલ થયા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પીડિતો માટે વળતર વધારીને ₹25 લાખ કર્યું છે, જ્યારે સરકાર આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે જે RCB વિજય પરેડ દરમિયાન થઈ હતી.11:47 PM IST
કોવિડ ઉત્પત્તિના રહસ્ય પરથી પડદો ઉચકાશે? FBI ડિરેક્ટર કાશ પટેલે ડો. એન્થોની ફૌસીના મહામારીના શરૂઆતી દિવસોના 'ગુમ થયેલા ડિવાઇસ' મળવાનો કર્યો દાવો : 'મોટી પ્રગતિ'નો સંકેત આપ્યો! : મહામારીની શરૂઆત અને અમેરિકાના પ્રતિભાવ અંગે ચાલી રહેલી વ્યાપક તપાસના ભાગરૂપે ડો. ફૌસીના ડિવાઇસની શોધખોળ : FBI અને CIA વુહાન લેબ લીકને કોવિડનું સંભવિત મૂળ માને છે : જ્યારે ફૌસી પર માહિતી દબાવવાનો આરોપ અને બાઈડન દ્વારા અપાયેલી માફી વિવાદના કેન્દ્રમાં11:51 PM IST
મા વૈષ્ણોદેવીના દર્શન પછી સીધા કાશ્મીરની વાદીઓમાં : 'વંદે ભારત'ના ઉદ્ઘાટન સાથે યાત્રા-પર્યટનમાં ક્રાંતિ : શ્રીનગર જતી બંને ટ્રેન 'ફુલ'! : માત્ર 3 કલાકમાં કાશ્મીર પહોંચવાનું સ્વપ્ન સાકાર : કટરાથી શ્રીનગરની વંદે ભારત યાત્રીઓથી છલકાઈ: 70% બહારના રાજ્યોના શ્રદ્ધાળુઓ-પ્રવાસીઓ, 30% સ્થાનિકો : ગરમીની રજાઓ અને 'સુપર સન્ડે' મનાવવા નીકળેલા યાત્રીઓમાં અનેરો ઉત્સાહ!11:53 PM IST
ઉષ્ણ લહેર સામે લડવાની 'ક્રાંતિકારી તૈયારી' : ભારતના 250 શહેરોમાં હીટ એક્શન પ્લાન લાગુ : PM મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સમુદાયને પણ કર્યું પ્રેરિત! : વડાપ્રધાનના મુખ્ય સચિવ ડો. પી.કે. મિશ્રાએ જીનીવા ખાતે અત્યંત ગરમીના જોખમ વ્યવસ્થાપન પર ભારતના 'સક્રિય અને દૂરંદેશી' દૃષ્ટિકોણને રજૂ કર્યો : અમદાવાદ મોડેલથી પ્રેરિત હીટ એક્શન પ્લાન દ્વારા પ્રારંભિક ચેતવણી : બહુ-એજન્સી સંકલન અને સામુદાયિક જાગૃતિ થકી લૂ થી થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો11:59 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાસુરતમાં પોલીસ જાપ્તામાંથી તાપી નદીમાં કૂદી ભાગી ગયેલ આરોપીને ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી ઝડપી લેવાયો : આરોપી તાપી નદી પર આવેલા બેટના ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો: પોલીસે ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરૂભાઇ સરવૈયાને પકડી લીધો 11:07 PM IST
છેલ્લા 15 વર્ષથી પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ચૂંટણી બહિષ્કાર: જ્યદેવપુરા ગામના લોકોએ કડી પેટાચૂંટણીમાં મિજાજ બતાવ્યો : ચૂંટણી ટાળે જ માત્ર વાયદાઓ કરવામાં આવે છે પણ નીભાવવામાં નથી આવતા...ચૂંટણી વખતે માત્ર વાયદા કરી નેતાઓ ચાલ્યા જતાં હોય છે, બાદમાં કામગીરી શૂન્ય હોવાથી લોકોમાં આ વખતે રોષની લાગણી ફેલાઇ8:17 PM IST
ગુજરાતમાં આગામી દિવસોમાં શુષ્ક અને ગરમ હવામાનની આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને કચ્છમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ૩૮ થી ૪૨ ડિગ્રી સુધી તાપમાન ઊંચું રહેશે: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે7:43 PM IST
ઉનાળુ વેકેશનના આખરી વીકેન્ડમાં યાત્રાધામ દ્વારકા દર્શનાર્થીઓ અને સહેલાણીઓથી ઉભરાયું : અંદાજે સાત લાખ ભાવિકોએ દ્વારકાધીશના દર્શન કર્યા : જગતમંદિરથી લઈને પર્યટન સ્થળો સુધી ભક્તો અને પ્રવાસીઓનો ઘસારો : દ્વારકાધીશના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી : શિવરાજપુર, બેટ દ્વારકા, નાગેશ્વર સહિતના સ્થળો પર પણ ભીડ જોવા મળી12:44 PM IST
સાગબારાના કોલવણમાં બાળકી પર દીપડાના હુમલા બાદ વન વિભાગે રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પૂર્યો : શનિવારે રાત્રે વન વિભાગ ની ટીમે બેડાપાણી ગામની સીમ માં રેસ્ક્યુ કરી શેરડીના ખેતર માંથી દીપડાને ઝડપી પાંજરે પૂર્યો :કુલ 70 કર્મચારીઓએ રેસ્ક્યૂ કરી દીપડાને દાટ મારી બેભાન કર્યા બાદ નેટ (જાળી) માં ફસાવ્યા બાદ પાંજરે પુરવામાં સફળતા મળી9:35 PM IST
અમદાવાદમાં મહિલા બાઉન્સર મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાઈ : ક્રાઈમ બ્રાન્ચે ₹૧.૦૨ લાખનો જથ્થો કબજે કર્યો : રિક્ષા ડ્રાઈવર પણ સકંજામાં : પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને ક્રાઈમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ, ડીસીપી ક્રાઈમ અજીત રાજિયાણના નેતૃત્વમાં પીઆઈ દીપક ઢોલ અને સ્ટાફને મોટી સફળતા : મુંબઈથી ડ્રગ્સ સપ્લાય થયાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું8:09 PM IST
શંખેશ્વરના પંચાલ પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કેનાલમાં પડતું મૂકીને સામુહિક આપઘાત કરી લેતા ચકચાર :એક પછી એક ત્રણ મૃતદેહ મળ્યા : ધર્મેશ પંચાલે કેનાલ નજીક કાર મૂકીને પત્ની અને પુત્ર સાથે પાણીમાં પડતું મૂક્યું: સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, મારે જીવવાની ઘણી ઈચ્છા હતી, પરંતુ કેટલાક લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાંખી5:26 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના નગરોમાં માર્ગ સલામતી અને સુવિધાયુક્ત રસ્તાઓ માટે જનહિતકારી નિર્ણય : ચોમાસા પૂર્વે ₹૧૦૭ કરોડની ગ્રાન્ટ મંજૂર : મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૧૪૯ નગરપાલિકાઓને રોડ રિપેરિંગ-રિસરફેસિંગ માટે વર્ગ મુજબ ₹૪૦ લાખથી ₹૧ કરોડ સુધીની ગ્રાન્ટ ફાળવાશે : ચોમાસામાં વધુ નુકસાન થાય તો વધારાની ગ્રાન્ટ પણ આપવાની ખાતરી12:08 PM IST
રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો અને હીરા ઉદ્યોગના એકમો માટે રાહત પેકેજ જાહેર : સુરતમાં અરજી પ્રક્રિયા શરૂ : સ્કૂલ ફી અને વ્યાજ સહાય માટે ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ : દસ્તાવેજો સાથે સમયમર્યાદામાં અરજી કરવા અપીલ : ૨૩ જુલાઈ સુધીમાં સ્કૂલ ફી સહાય ફોર્મ, જ્યારે ૨૩ જૂન સુધીમાં વ્યાજ સહાય ફોર્મ જમા કરાવવાનું રહેશે12:03 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોના ગૌરવવંતા રજવાડા 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન કર્યું : 'એકતામાં શક્તિ છે, વ્યક્તિગત તાકાત કરતાં સામૂહિક તાકાત વધારે પ્રભાવશાળી' - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વથી ગુજરાતના વિકાસ અને ભવિષ્યના પડકારોને નાથવાના અભિયાન પર ભાર3:47 PM IST
રીબડા યુવક અમિત ખુંટ આપઘાત કેસમાં વ્યાપક રોષ : મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદીપસિંહ હજુ ફરાર : પાટીદાર સમાજમાં ન્યાયની માંગ તેજ : જુઓ વિડીયો : ગોંડલ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા છતાં ધરપકડ ન થતા રીબડાના લોકો અને પરિવારજનો દ્વારા રાજકોટમાં બેઠક યોજાઈ : કાયદાકીય લડાઈની રણનીતિ ઘડાઈ3:48 PM IST
રાજકોટમાં કોરોનાએ હાફ સેન્ચ્યુરી વટાવી : છેલ્લા ૨૪ કલાકમાં, કિશાનપરા, પ્રગતિ સોસાયટી, નેહરુનગર, સરકારી વસાહત ક્વાર્ટર, શક્તિ સોસાયટી, ભોમેશ્વર, હરીનગર અને એ.જી. સોસાયટી પાસેના વિસ્તારોમાં વધુ નવ નવા કેસ નોંધાયા : કુલ સક્રિય કેસનો આંક ૫૧ પર પહોંચ્યો : શહેરમાં સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર એલર્ટ : મોટાભાગના દર્દીઓની સ્થિતિ સ્થિર, પરંતુ એક દર્દી વેન્ટિલેટર પર : આજના નવા કેસમાંથી કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી નથી : 12:31 PM IST
જામનગર PGVCL દ્વારા 'સેફ્ટી બાબા ઓન હાઈવે ઢાબા' મુહિમ શરૂ : હાઈવે પર વીજ વાયરથી થતા અકસ્માતો ઘટાડવા અનોખું જાગૃતિ અભિયાન :જુઓ વિડીયો : ભારે વાહનચાલકોને વીજ લાઈનોથી દૂર રહેવા સમજાવવા ગીત-સંગીતનો ઉપયોગ : PGVCLના અધિક્ષક ઇજનેર એચ.ડી. વ્યાસના માર્ગદર્શન હેઠળ વીજ સુરક્ષા અંગે વિસ્તૃત માહિતી અપાઈ9:42 PM IST
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચાર નવા કેસ નોંધાયા : કુલ એક્ટિવ કેસ ૪૮ થયા, તમામ હોમ આઇસોલેશનમાં : ત્રણ દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા : પટેલ કોલોની, લાલપુર બાયપાસ ચોક, ગુરુદ્વારા રોડ અને હીરજી મિસ્ત્રી રોડ પરથી નવા કેસ મળ્યા : મહાનગરપાલિકા દ્વારા કોવિડ સંક્રમણ અટકાવવા સતર્કતા જાળવવા અપીલ8:03 PM IST
પોરબંદરમાં સેવાસેતુ, મેડીકલ કેમ્પ અને રૂ.૧૧.૯૬ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો : સેવા સેતુ કાર્યક્રમ એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સામાન્ય અને મધ્યમ વર્ગ માટેના વિકાસનો સંકલ્પ છે: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગર પાલિકાના રૂ.૧૧.૯૬ કરોડના ૧૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત કરાયું1:26 PM IST
૨૯ જૂન સુધી ભાવનગરથી હૈદરાબાદ "સમર સ્પેશિયલ ટ્રેન" દોડશે : યાત્રીઓની સુવિધા માટે સાપ્તાહિક ટ્રેન સેવાને લંબાવાઈ : ભાવનગર ટર્મિનસથી દર રવિવારે સવારે ૧૦:૧૫ વાગ્યે ઉપડતી ટ્રેન નંબર ૦૭૦૬૨ અને હૈદરાબાદથી દર શુક્રવારે સાંજે ૭:૦૦ વાગ્યે ઉપડતી ટ્રેન નંબર ૦૭૦૬૧ ના બુકિંગ શરૂ : ગુજરાત સહિત અનેક રાજ્યોના સ્ટેશનો પર સ્ટોપેજ2:35 PM IST
આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો :માત્ર 20-25 દિવસ જ ચાલી તાલાલા ગીરની કેસર કેરીની નિકાસની સીઝન : યુકેમાં ગત વર્ષે પ્રતિ કિલોનો ફ્લાઇટ રેટ 290 રૂપિયાથી ઘટીને 207 રૂપિયા થયો પરંતુ કેરીની ગુણવત્તા જળવાઈ નથી: ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે 40-45 ટનની માગ છતાં મુંબઈના રેડિયેશન પ્લાન્ટ બંધ હોવાથી નિકાસ અટકી 10:39 PM IST
વિસાવદર પેટાચૂંટણીમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાનો ઝંઝાવાતી પ્રચાર : ગામેગામથી પ્રચંડ જનસમર્થન મળતા ભાજપનો વિજય નિશ્ચિત હોવાનો દાવો : માઇક્રો પ્લાનિંગ સાથે બૂથ અને મતદાર સુધી પહોંચવાનો લક્ષ્યાંક : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણકારી યોજનાઓ અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોને ઘરે ઘરે પહોંચાડવા ભાજપની ટીમ દિવસ-રાત કાર્યરત3:31 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દ્વારકા ખાતે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતો અને ગૌશાળા સંચાલકોને માર્ગદર્શન આપ્યું : ગાયનું છાણ-ગૌમૂત્ર દૂધ કરતાં પણ વધુ મૂલ્યવાન : 'ગૌ માતા સમગ્ર વિશ્વની માતા છે, તેની સેવા સૌથી મોટું પુણ્યનું કાર્ય' - રાજ્યપાલ : આધુનિક યુગમાં ગાયની ઉપયોગિતાથી અપરિચિત ન થવા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પર ભાર મૂક્યો4:12 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના મોરચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: COP31નો મહા-ફિયાસ્કો, ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી યુએન (UN) ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ થતા વિશ્વભરમાં ભારે હાહાકાર : દિવસ-રાતની મેરેથોન બેઠકો છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વૈશ્વિક નેતાઓ આમને-સામને આવી ગયા:પર્યાવરણવિદો અને વિકાસશીલ દેશોના છાતીના પાટિયા બેસી ગયા: ક્લાઈમેટ ફંડ અને કાર્બન ઉત્સર્જન મુદ્દે મડાગાંઠ સર્જાતા સમિટ નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ6:03 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
ફ્રેન્ચ ઓપનમાં કોકો ગાઉફનો રોમાંચક વિજય : વર્લ્ડ નંબર 1 સબાલેન્કાને હરાવી બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું! : 21 વર્ષીય અમેરિકન સ્ટારે 2023 US ઓપન પછી ફરી ચમક્યો : સેરેના વિલિયમ્સ (2015) પછી રોલેન્ડ ગેરોસ જીતનારી પ્રથમ અમેરિકન : ફાઈનલમાં 6-7 (5), 6-2, 6-4 થી સબાલેન્કાને પછાડી 'સુઝાન-લેંગ્લેન કપ' પોતાના નામે કર્યો10:04 PM IST
ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ શરૂ: શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે પરસેવો પાડ્યો : ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવા માટે લંડન પહોંચી : પહેલા દિવસે ભારતીય ખેલાડીઓએ લોર્ડ્સના ઇન્ડોર ક્રિકેટ સેન્ટરમાં પરસેવો પાડ્યો: કેપ્ટન ગિલ સહિત ટીમના તમામ ખેલાડીઓએ લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી 5:00 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
નાગાર્જુનના નાના પુત્ર અને અભિનેતા અખિલ અક્કીનેનીએ ગર્લફ્રેન્ડ ઝૈનબ રાવદજી સાથે હૈદરાબાદમાં લગ્ન કરી લીધા : ઝૈનબ રવાદજી જાણીતા ઉદ્યોગપતિ ઝુલ્ફી રાવદજીની પુત્રી: ઝૈનબના ભાઈ ઝૈન રાવદજી ઝેડઆર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર:મૂળ હૈદરાબાદની ઝૈનબ રાવદજીએ પોતાનું જીવન ભારત, દુબઈ અને લંડનમાં વિતાવ્યું છે. ઝૈનબ હાલમાં મુંબઈમાં રહે છે. 9:08 PM IST
લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન! શેમારૂમીની ‘બેન્ડ બાજા બિજ' સાથે કરો લગ્નની મોસમની ઉજવણી! : લગ્નની મોસમ માટેની મનોરંજન વોચલિસ્ટ તૈયાર! શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિજ'! શેમારૂમી સાથે લગ્નની મોસમ બની ગઈ છે ૧૭ ગણી વધુ મનોરંજક! ‘લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન!' થીમ સાથે શરૂ થયેલું આ ખાસ અભિયાન ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત પ્રેમ, લગ્ન, સંબંધો અને લગ્નપ્રસંગો સાથે જોડાયેલી અનેક મનોરંજક ક્ષણોની ઉજવણી કરતી ગુજરાતી ફિલ્મો અને શોની એક વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે.3:09 PM IST




































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી















































































































































